• વડોદરા મહાનગર પાલિકાની હદમાં 7 ગામોની સરકાર દ્વારા નોટીફીકેશન બાદ મિલ્કત વેરાની બજવણી થશે તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો
  • ગોરવાથી પંચવટી તરફ જવાના રસ્તે આવેલી સોસાયટીઓમાં ગોરવા પંચવટીથી કરોડીયા જતા વચ્ચેની સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા

#Vadodara - પાલીકા દ્વારા સુવિધા વગર વેરા વસુલાતા વિરોધ, નોટીફીકેશન વગર નાગરીકોએ ભરપાઇ કરેલા વેરા પરત આપવા માંગ

WatchGujarat. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારમાં તંત્ર દ્વારા સરકારના નોટીફીકેશ પહેલાથી વેરા વસુલવામાં આવ્યા હતા. વડોદરામાં કરોડીયા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ લોકો દ્વારા સ્વખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેને લઇને લોકોના વેરાઓ પરત કરવા માટે આરએસપી દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વડોદરા મહાનગર પાલિકાની હદમાં 7 ગામોની સરકાર દ્વારા નોટીફીકેશન બાદ મિલ્કત વેરાની બજવણી થશે તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતું ગોરવાથી પંચવટી તરફ જવાના રસ્તે આવેલી સોસાયટીઓમાં ગોરવા પંચવટીથી કરોડીયા જતા વચ્ચેની સોસાયટીઓમાં કોર્પોરેશન દ્વારા 2 વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા છે અને રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી કોઈજ સુવિધા આપવામાં આવી નથી. #પાલીકા

#Vadodara - પાલીકા દ્વારા સુવિધા વગર વેરા વસુલાતા વિરોધ, નોટીફીકેશન વગર નાગરીકોએ ભરપાઇ કરેલા વેરા પરત આપવા માંગ

રાજ્ય સરકારના નોટીફીકેશન વગર કોર્પોરેશન દ્વારા કોઈજ સુવિધા આપ્યા વિના વેરાની બજવણી અને ઉઘરાણી કોના ઈશારે કરવામાં આવી છે. તે દિશામાં તપાસ કરવામાં આવે અને હજારો ઘરોમાંથી ઉઘરાવેલ પૈસા તાત્કાલિક પાછા આપવામાં આવે અથવા રાજ્ય સરકારની નોટીફીકેશન બાદ મિલકત વેરાના બીલ આપવામાં આવશે તે નવા બે વર્ષના બીલ માફ કરવામાં આવે. #પાલીકા

આ ઉપરાંત કોર્પોરેશનની હદમાં નવા 7 ગામોમાં કરોડિયાનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી કોઈ જ સુવિધા આપવામાં આવી નથી અને સ્થાનિકો સ્વખર્ચે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરે છે તો કોર્પોરેશન દ્વારા કયા આધાર પર બે વર્ષના વેરા ઉઘરાવામાં આવ્યા ?? #પાલીકા

જ્યાં સુધી તમામ સુવિધા કોર્પોરેશન દ્વારા નહિ આપવામાં આવે ત્યાં સુધી કોઈજ વેરા ભરવામાં નહિ આવે જેથી વહેલી તકે કોર્પોરેશનને લગતી તમામ સુવિધા નવા વિસ્તારમાં આપવામાં આવે તેવી રજુઆત કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા માટે આરએસપીના સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર, સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.

More #પાલીકા #RSP #leader #asking #for money #back-paid #As local tax #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud