• વડોદરા ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો
  • રામ મંદિર ની તરફેણમાં રજૂઆત કરી છે 800000 મુસ્લિમ લોકોએ હસ્તાક્ષર કરીને રાષ્ટ્રપતિનો આવેદનપત્ર આપ્યું

WatchGujarat. કેન્દ્ર સરકારે કિસાનોના આગેવાન સાથે 8 રાઉન્ડ ચર્ચા કરી છે પરંતુ હાલમાં કિસાન આંદોલન રાજનીતિક ચુંગાલમાં ફસાઈ ગયું છે એટલું જ નહીં અલગાવવાદી તત્વોનો અડ્ડો બની ગયો છે અને કિસાનોને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

વડોદરા ખાતે રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા યોજાયેલા કોરોના વોરિયર્સ ના સન્માન બાદ આરએસએસના અગ્રણી ઇન્દ્રેશ કુમાર પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 18 વર્ષ પહેલા રાષ્ટ્રીય મુસ્લિમ પંચની રચના કરવામાં આવી હતી અને તેમાં મુસ્લિમ સમાજે પણ રામ મંદિર ની તરફેણમાં રજૂઆત કરી છે 800000 મુસ્લિમ લોકોએ હસ્તાક્ષર કરીને રાષ્ટ્રપતિનો આવેદનપત્ર આપ્યું હતું.

તેમણે કાશ્મીરના અલગાવવાદી નેતાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે જો તેઓ ચીન અને પાકિસ્તાનની તરફેણ કરે છે તો એવો એ ત્યાં જઈને રહેવું જોઈએ. મુસ્લિમ નેતા ઓવેસી ની ટીમ મુસ્લિમ સમાજમાં ખતરારૂપ છે કોંગ્રેસ જો એમ કહેતી હોય કે ઓવેસી ની ટીમ ભાજપની બી.ટીમ છે તો કોંગ્રેસ ને ભગવાન સદબુદ્ધિ આપે કોંગ્રેસની નિતી ની જેમ જ ઓવેસિ ની ટીમ મુસ્લિમ સમાજ ને ગેરમાર્ગે દોરી રહી છે. જે મુસ્લિમ સમાજ માટે ખતરો છે.

આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રારંભમાં ઇન્દ્રીશ સ્વાગત યુનેસ્કોના સભ્ય પ્રણવ અમીન અને રાષ્ટ્રીય મુસ્લિમ પંચના ગુજરાતના પ્રમુખ જાકીરભાઇ કુરેશીએ કર્યું હતું

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud