• થોડા સમય પહેલા જ શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંગના ફોટોનો ઉપ્યોગ કરી ઠગ ટોળકીએ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગ્યા હતા.
  • પોલીસે દિલ્હીના ભેજાબાજની આ મામલે ધરપકડ કરી હતી.
  • સરકાર અધિકારીઓ તેમજ રાજકીયા નેતાઓ ઠગબાજ ટોળકીના નિશાન પર
  • અલ્પેશ લિંબાચીયા વોર્ડ – 19 ના BJP ના ચુંટાયેલા કાઉન્સિલર છે. અને પાલિકામાં શાશક પક્ષના નેતાનો હોદ્દે ધરાવે છે.

WatchGujarat. ઇન્ટરનેટના જમાનામાં ઠગાઇના પ્રકાર બદલાયા છે. હવે જાણીતા લોકોના સોશિયલ મિડીયા પર એકાઉન્ટ બનાવીને તેમના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનું ચલણ વધ્યું છે. અને આ પ્રકારના કિસ્સાઓ અવાર – નવાર સામે આવતા હોય છે. વડોદરામાં અનેક નેતાઓ અને પોલીસ કમિશ્નર સુધીના બોગસ એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં પાલિકાના નવનિયુક્ત શાશક પક્ષના નેતાના નામે ઓનલાઇન પૈસા પડાવવાની ઠગાઇનો કિસ્સો સામે આવ્યો હતો. જેને લઇને રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામી હતી.

વડોદરા સહિત રાજ્યના પ્રમુખ શહેરોમાં તાજેતરમાં જ મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વડોદરામાં શાશકપક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાચીયાની વરણી કરવામાં આવી હતી. 16 માર્ચના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો જન્મ દિવસ હોવાથી રાજ્ય ભરમાંથી તમામ કાર્યકરો સુરત ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. અલ્પેશ લિંબાચીયા વોર્ડ – 19 ના BJP ના ચુંટાયેલા કાઉન્સિલર છે. અને પાલિકામાં શાશક પક્ષના નેતાનો હોદ્દે ધરાવે છે.

વડોદરા મહાનગર પાલિકાના શાશક પક્ષને નેતાને બુધાવારે તેમના મિત્ર થકી તેમના નામે પૈસા પડાવવામાં આવતા હોવાની જાણ થઇ હતી. ઘટનાની વિગત પ્રમાણે, વડોદરા શાશક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાના નામથી બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટ થકી તેના ફોલોઅર્સ પાસે ઓનલાઇન એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને લઇને અલ્પેશ લિંબાચીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ઉલ્લેખીય છે કે, અગાઉ શહેરના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંહનું પણ બોગસ સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી. ઇન્ટરનેટના જમાનામાં ઠગાઇના કિસ્સાઓ વધી રહ્યા છે. અને તેના પર લગામ કરવા માટે હવે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરવી જરૂરી જણાય છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud