• સેંગપુર ગામે કૂતરાને કલર લગાવતા મહિલાએ જીતાલી ગામેથી ભાઈઓ અને પિયરીયાને બોલાવ્યા
  • યુવાનને માથાંમાં લાકડાનો સપાટો મારતા મૃત્યુ થતા માતાએ મહિલા સહિત 9 આરોપી સામે ગુનો નોંધ્યો
  • આરોપીઓ અન્ય સાહેદોને માર મારી રહ્યા હતા ત્યારે દિલીપ છોડાવવા વચ્ચે પડતા સંજયે માથાંમાં લાકડાનો ફટકો ઝીંકયો

WatchGujarat. ધુળેટી પર્વે કલર લગાવવા જતા હત્યાનો ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામેથી સામે આવી છે. ગામના યુવાને મહિલાના કૂતરાને કલર લગાવતા મહિલાએ જીતાલી પિયરથી ભાઈઓ અને પિયરીયાઓને બોલાવતા 9 શખ્સઓ એ યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મંજુલાબેન ઉર્ફે મંજુ દલસુખભાઇ મોહનભાઇ વસાવા રહે . સેંગપુર , ખાડી ફળીયુ અંકલેશ્વરે પોતાના પુત્રની હત્યાના ગુનામાં મહિલા સહિત 9 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

કૂતરાને ધૂળેટીએ કલર લગાવવા બાબતે ખેલાયેલા ખૂની ખેલની મળતી વિગતો મુજબ, સેંગપુર ગામેં ખાડી ફળિયામાં રહેતા મૃતક યુવાન દીલીપ ઉર્ફે ગોમાન વસાવા એ સંગીતાબેન જયંતીભાઇ વસાવાના કૂતરાને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે અંગે ઝઘડો થયા બાદ સંગીતાબેને જીતાલી તેમના પિયરથી તેના ભાઇઓ તથા અન્ય મળી કુલ 9 આરોપીઓને સેંગપુર ખાતે બોલાવ્યા હતા.

સોમવારે મોડી સાંજે આઠેય આરોપીઓએ એકસંપ થઇ સંગીતાબેનના કુતરાને કલર લગાવવા બાબતે થયેલ ઝઘડાના કારણે યુવાન સાથે રહેલા સાહેદો સાથે મારામારી કરાવેલ અને સાહેદોને ગમેતેમ ગાળો આપી હતી. દરમ્યાન દીલીપ ઉર્ફે ગોમાન છોડાવવા વચ્ચે પડતા આ કામના આરોપીઓએ મરનારને ગમેતેમ ગાળો આપી આરોપી સંજયે લાકડુ મરનારના માથામાં મારી દેતા દિલીપનું મૃત્યુ થયું હતું.

મૃતક યુવાનની માતાની ફરિયાદના આધારે સંગીતાબેન જયંતીભાઈ વસાવા રહે , સેંગપુર , તા.અંક્લેશ્વર, સંજયભાઇ જયંતીભાઇ વસાવા, સુજીતભાઇ જયંતીભાઈ વસાવા, સર્જનભાઇ ડાયાભાઇ વસાવા, સુરેશભાઇ વિરસિંગભાઇ વસાવા, અક્ષયભાઇ રમેશભાઈ વસાવા, રાજનભાઇ છત્રસિંગભાઇ વસાવા અને સંજયભાઇ મનવીરભાઇ વસાવા અને નીતીનભાઇ તમામ રહે . જીતાલી સામે ગુનો નોંધી PI એસ.કે.ગામીતે વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા PHC સેન્ટર ખાતે રાતે 12.30 કલાકે દિલીપનું મૃત્યુ થયું હતું. પોલીસે FSL બોલાવી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud