વડોદરાના વિપુલ અગ્રાવલના રોયલ ફાર્મમાં ચાલી રહીં હતી ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી
આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલા મોટી સંખ્યાળ ગામે આવેલુ છે રોયલ ફાર્મ
પોલીસે બાતમીના આધારે રેઇડ કરતા ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી માણતી 4 યુવતિઓ સહિત 13 ઝડપાયા
પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના જથ્થા સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
WatchGujarat. દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. જેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો છે. તેવામાં કેટલાક શખ્સો ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ પોતોના મોજા શોખ પુરા કરવાનુ છોડતા નથી. એવી જ એક ઘટના આણંદ જિલ્લાના આંકલવ ખાતે ગત રાત્રે બની હતી. જ્યાં રોયલ ફાર્માં કેટલાક શખ્સો યુવતિઓ સાથે ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા માણતા પોલીસના હાથ ઝડપાયા છે.
આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલા મોટીસંખ્યાળ ગામે રોયલ ફાર્મમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મેહફિલ માણી રહ્યાં હોવાની બાતમી આંકલવ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી રેઇડ પાડી હતી. જેમાં 9 યુવકો અને 4 યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા લેતા ઝડપાયા હતા.
આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે સ્થળ ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી ચાલી રહીં હતી તે રોયલ ફાર્મ વડોદરાના વિપુલ અગ્રવાલનુ છે. આ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો મોટી સંખ્યામાં ભેગા મળી દારૂ અ ડાન્સની મહેફિલ માણી રહ્યાં હોય તેવી બાતમી પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે ફાર્મ હાઉસમાં રેઇડ કરતા કુલ 13 લોકો મળી આવ્યાં હતા. જેમાં 9 યુવકો અને 4 યુવતિઓ શામેલ છે. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બીયર મળી આવી હતી.
બનાવને પગલે આંકલવ પોલીસે 4 યુવતિઓ સહિત 13 લોકો સામે જાહેરનામા ભંગ અને પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દારૂની બોટલો તેમજ ફોર વ્હિલ કાર, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 20 લાખ ઉપરાંતો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે પોલીસે જણાવ્યું છે કે, ફાર્મ હાઉસમાં ડ્રિન્ક એન્ડ ડાન્સની પાર્ટી માણતા ઝડપાયેલા 13 પૈકી સમિર તિવારી અને શિષીર તિવારી દિલ્હી ખાતે ન્યૂઝ એજન્સી ચલાવે છે. જેથી તેઓ વડોદરા ખાતે સોશિયલ મીડિયા પર ચાલતી ન્યૂઝ ચેનલની એજન્સી લેવા માટે આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
રોયલ ફાર્મમાં ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટીમાં કોણ કોણ હતું સામેલ
વિજયકુમાર રિશભકુમાર શર્મા
સમીર સુરેશપ્રસાદ તિવારી
પ્રમોદ શંકરલાલ રાજપુત
પરિતોષ સંતોષકુમાર વર્મા
શીશીર સુરેશપ્રસાદ તિવારી
રાજેશભાઇ સામંતભાઇ પઢીયાર (રહે- ટેકરા વિસ્તાર, ચમારા, આંકલાવ)
ખએમરાજ સુરજદીન સોની (રહે – પોપ્યુલર સોસાયટીની બાજુમાં, અમદાવાદ)
રાકેશ રવિકાન્ત સ્થાપર
પુનમભાઇ અંબાલાલ સોલંકી (રહે – ધોધા તલાવડી, આંકલાવ)
મોનીકા નરેશભાઇ રામગોપાલ શર્મા (રહે – અસ્લાલી, શ્રી રામ રેસીડેન્સી, અમદાવાદ)
હેતલ મનુભાઇ શંકરલાલ પરમાર (રહે – બુખારાની પોળ, અમદાવાદ)
સોનલબેન રામભાઇ ગોવિંદભાઇ દાતી (રહે – અંજની હોમ્સ, માણેજા, વડોદરા)
સીમાબેન રાજેશભાઇ તુલસીદાસ મિસ્ત્રી (રહે – મુજમહુડા, ઝુપરપટ્ટી, વડોદરા)