• હાલોલ ના નવાડ ગામે શ્રમજીવી પરિવારના ઘર પર દિવાલ પડતા અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
  • માતાને સારવાર ખાતે એસએસજી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું
  • તૌકતે વાવાઝોડાની અસરને પગલે દિવાલ પડતા પરિવાર વિખેરાયો, ઘરમાં હાજર બે સભ્યોને કાળ ભરખી ગયો

WatchGujarat. તૌકતે વાવાઝોડાને કારણે હાલોલ – પાવાગઢ ખાતે પરિવાર વિખેરાઇ જવાની અત્યંગ દુખદ ધટના બની હતી. ધાબાડુંગરી નવાડ ગામે ગતરોજ ચાલુ વરસાદમાં  ખેતરની દીવાલ શ્રમજીવી પરિવારના  કાચા મકાન પર પડી હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળે પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે તેની માતા ને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર બાદ વડોદરા એસએસજી હોસ્પિટલ માં વધુ સારવાર અર્થે લઇ જવાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે હાલોલ પ્રાંત મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

હાલોલ ના નવાડ ગામે કાંતાબેન દર્શનભાઈ રાઠવા પુત્ર દિલીપ દરસનભાઈ રાઠવા (ઉં – 21)  આરતી દિલીપ રાઠવા (ઉં – 19) મયુરી દિલીપ રાથવા  (ઉં – 9) રહેતા હતા. મજુરી કામ કરીને સંતાનો પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ગત રોજ તૌકતે વાવાઝોડાની અસરના કારણે સમગ્ર પંથકમાં સુસવાટા ભેર વાયરાની સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ વચ્ચે રાત્રે આઠેક વાગ્યા ના સુમારે કાંતાબેન  ના ઘર ની બાજુ માં આવેલ ખેતર ની ઉંચી  દિવાલ એકાએક ઘર પર ધરાસાઈ થઇ હતી. દિવાલ પડવાને કારણે કાટમાળ નીચે કાંતાબેન અને તેનો પુત્ર દિલીપ દબાઈ ગયા હતા. ધડાકાભેર પડેલી દિવાલને કારણે દિલીપને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત દિલીપનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

જ્યારે કાંતા બેન અને નવ માસ ની મયુરી ને ને સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા. જ્યાં કાંતા બેનની હાલત નાજુક થતા, તેમને વડોદરા રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું પણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં હાલોલ પ્રાંત અધિકારી આલોક ગૌતમ, મામલતદાર, રૂરલ પીઆઈ, અને ફાયર બ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud