મધ્યગુજરાતમાં વડોદરાની આસપાસના વિસ્તારમાં મહત્વના ઔદ્યોકગિક એકમો આવેલા છે
સાવલી ખાતે આવેલી પ્લાસ્ટીકના ઉત્પાદન સાથે સંકળાયેલી હુલીઓટ પાઇપ્સ કંપનીમાં શુક્રવારે આગ લાગી
કંપનીમાં પ્રસરી ચુકેલી વિકરાળ આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડતા દુરથી નજરે પડ્યા
WatchGujarat. શહેર નજીક આવેલા સાવલી - મંજુસર GIDC સ્થિત પ્લાસ્ટીકની કંપનીમાં શુક્રવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. વિકરાળ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. જેને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી હતી. કંપનીમાં લાગેલી આગમાં કોઇ ફસાયું છે કે નહિ તે અંગે હાલ કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
https://youtu.be/hvwBrOrkr4Q
મધ્યગુજરાતમાં વડોદરાની આસપાસના વિસ્તારમાં મહત્વના ઔદ્યોકગિક એકમો આવેલા છે. વડોદરા તથા આસપાસ કેમીકલ, પ્લાસ્ટીક, એન્જિનીયરીંગ સહિત અનેક વિધ ઉત્પાદનના કંપની યુનિટ આવેલા છે. ઉનાળામાં શહેરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. સાવલી ખાતે આવેલી હુલીઓટ પાઇપ્સ કંપની પ્લાસ્ટીકના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. શુક્રવારે કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રચંડ વેગે પ્રસરી ગઇ હતી. અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સમગ્ર ઘટના અંગે જાણ થતાની સાથે જ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાની તથા બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. કંપનીમાં પ્રસરી ચુકેલી વિકરાળ આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડતા દુરથી નજરે પડ્યા હતા. 6 કિ.મી. સુધી આગનો ધુમાડો જોવા મળ્યો હતો. અચાનક આગ લાગ્યાની આસપાસ કાળો ધુમાડો દેખાતા લોકોમાં ઉત્તેજના વ્યાપી હતી. હાલ પ્રાપ્ત માહિતી પ્રમાણે, 6 જેટલા ફાયર ફાયટર આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાયેલા છે. આગની વિકરાળતાને જોઇને વધુ ફાયર ફાયટરો મંગાવવાની જરૂર પડી શકે તેમ છે.