• કોરોના કાળમાં સ્કૂલો બૂંધ થતા વિદ્યાર્થી ઘરની બહાર જ નહોતો નિકળતો
  • છેલ્લા 9 મહિનાથી ઘરમાં રહીં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થી કોરોના વાઇરસના કારણે ડિપ્રેશનમાં રહેતો
  • માતા-પિતા ખરીદી કરવા મોલમાં ગયા અને પુત્રએ ઘરમાં આપઘાત કરી લીધો

#Vadodara - કોરોનાની એટલી બીક કે ધો.11 સાયન્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ, મામાને કહેતો “રસી નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નિકળુ”

WatchGujarat. કોરોનાની વૈશ્વિક મહામારીની અસર હવે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ માનિસક અસર પહોંચાડી રહીં છે. કોરોના પોઝિટીવ થયેલા અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. પરંતુ માંજલપુર વિસ્તારમાં રહેતા અને ધો. 11 સાયન્સના વિદ્યાર્થીએ કોરોનાની બીકે જીવનનો અંત લાવી દીધો હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો 15 વર્ષીય વિદ્યાર્થી ધો. 11 સાયન્સ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. ગત માર્ચ મહિનામાં કોરોનાનુ આગમાન થતાં સરકાર દ્વારા લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતુ. જેના પગલે સ્કૂલો પણ બંધ થઇ ગઇ હતી. તેવામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. જો કે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલો વિદ્યાર્થીના મગજમાંથી કોરોના અને તેની વેક્સીન અંગેના વિચારો સતત ચાલ્યા જ કરતા હતા. અને કોરોનાથી બચવા માટે તે ઘરે જ રહેવાનું પસંદ કરતો હતો. અને બહાર નિકળવાનું ટાળતો હતો. પરંતુ આજે માતા પિતા ઘરે ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

ઘટના અંગે પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ, સ્કુલમાં ભણતા વિદ્યાર્થીને કોરોનાને લઇને ખુબ જ ચિંતા હતી. અને કોરોનાની વેક્સીન જલ્દી આવે તેવી પ્રબળ આશા હતા. કોરોનાને લઇને તેની ચિંતા અને આશા તેના મામા સમક્ષ રજુ કરતો હતો. મામાને કહેતો કે, “રસી નહીં આવે ત્યાં સુધી ઘરની બહાર નહીં નિકળુ”. આમ વિદ્યાર્થી સતત કોરોનાની ચિંતાના વિચારોમાં રહેતો હતો. અને તેને લઇને માનસીક તાણ પણ અનુભવતો હતો. ગતરોજ તેના માતા પિતા ખરીદી કરવામ માટે બહાર ગયા હતા. દરમિયાન વિદ્યાર્થી ઘરમાં એકલો હતો. અને તેણે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. કોરોનાને લઇને સતત ચિંતામાં રહેતા વિદ્યાર્થીએ તાણમાં આવીને પગલું ભર્યું હોય તેવી પ્રબળ શક્યતાઓ છે.

More #કોરોના #School #going #student #end his life #due to #Corona #fear #Vadodara #Gujaratinews
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud