• શનિવારે બપોરે 12 થી સોમવારે સવારે 6 સુધી વેપાર-ધંધા બંધ રાખવા અપીલ
  • માત્ર આવશ્યક સેવાઓ જ દૂધ-દવા કાર્યરત રહેશે
  • સ્વૈચ્છીક લોકડાઉનને લઈ વેપારીઓમાં ચિંતા સાથે પૃચ્છાઓનો દોર

WatchGujarat. ભરૂચ જિલ્લા કલેકટરે વેપારી એસોસિયેશન સાથે બેઠક યોજી હતી. જેમાં ભરૂચની હાલની કપરી સ્થતિથી વેપારીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. વધતા કેસો અને સંક્રમણની ચેઇનને તોડવા ભરૂચમાં સ્વૈચ્છીક વિકેન્ડ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. શનિવારે બપોરે 12 થી સોમવારે સવારે 6 કલાક સુધી રહેશે વેપાર-ધંધા બંધ, આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે.

ભરૂચ શહેરમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વેપારી એસોસીએશને સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે, સ્વૈચ્છીક લોકડાઉન દરમિયાન ડેરી અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહયાં છે. ત્યારે લોકડાઉનની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભરૂચ શહેરમાં સાતમી એપ્રિલના રોજથી રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફ્યુનો અમલમાં હોવા છતાં રોજના સરેરાશ 20 થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. ભરૂચમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી લોકડાઉન કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને વેપારી એસોસીએશનના હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી જેમાં કલેકટરે વેપારીઓને શહેરની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં. વેપારીઓ પણ શનિવારે બપોરના 12 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવા સહમત થયાં છે. આ દરમિયાન ડેરીઓ તથા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. ભરૂચ જિલ્લા વેપારી એસોસીએશનના પ્રમુખ નાગજીભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી વેપારીઓએ શનિવાર અને રવિવારના રોજ દુકાનો બંધ રાખવાનું નકકી કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud