• વડોદરામાં દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસની શી ટીમ કાર્યરત કરવામાં આવી
  • રોમિયોને અટકાવવા માટે બનેલી શી ટીમની હવે એકલવાયા અને અશક્ત સિનિયર સિટિઝનોની મદદ માટે શી ટીમ કામે લાગી
  • સિનિયર સિટિઝનો દ્વારા ટિફિનની વ્યવસ્થા કરી આપવા, અનાજની કિટ પહોંચાડવા, બિલો ભરવા અને દવાઓ લાવી આપવા માટે મદદ માંગવામાં આવી – વી પી ગામિત

Watchgujarat. વડોદરામાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ વૃદ્ધો અને મહિલા માટે પોલીસ વિશેષ ધ્યાન આપશે તેમ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું. હવે પોલીસ કમિશ્નરે આપેલું વચન પુરૂ થઇ રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. પોલીસ કમિશ્નર દ્વારા તૈયાર કરવામાં આવેલી SHE ટીમ મહિલા અને વૃદ્ધોની મદદ કરવાની સાથે અશક્ત લોકોને ટીફીનની વ્યવસ્થા કરવી, દવા લાવી આપવા જેવા રોજીંદા કામમાં પણ મદદ કરી રહી છે. આ પ્રકારની કામગીરીથી પોલીસ અને શહેરવાસીઓ વચ્ચે વિશ્વાસનો સેતુ મજબુત થશે.

વડોદરામાં દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસની SHE ટીમ કાર્યરત કરવામાં આવી છે.આ SHE ટીમને યુવતીઓની છેડતી કરતા અને મહિલાઓ પર થતા ઘરેલુ હિંસાના કેસોમાં મદદરૃપ થવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક મોબાઇલ તેમજ સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં રોમિયોને અટકાવવા માટે બનેલી શી ટીમની કામગીરી બદલાઇ ગઇ છે અને હવે એકલવાયા અને અશક્ત સિનિયર સિટિઝનોની મદદ માટે શી ટીમ કામે લાગી છે.

મહિલા પોલીસને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. તેમજ SHE ટીમ માટે પોલીસ ભવન ખાતે એક વિશેષ ટ્રેનિંગ સેન્ટરનું કન્સ્ટ્રક્શન પણ ચાલી રહ્યું છે. જો કે કોરોનાનું સંક્રમણ વધતાં SHE ટીમની કામગીરી બદલાઇ ગઇ છે. હવે સિનિયર સિટિઝનો દ્વારા મહિલા પોલીસની SHE ટીમની મદદ માંગવામાં આવી રહી છે. અને આ ટીમોને પોલીસ કમિશ્નરે સિનિયર સિટિઝનો તેમજ અશક્ત લોકોને મદદરૂપ થવા સૂચના આપવમાં આવી છે.

કંટ્રોલરૃમના એસીપી વી પી ગામિતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, SHE ટીમની મદદ માંગતા રોજ આઠ થી વધુ કોલ્સ મળી રહ્યા છે.સિનિયર સિટિઝનો દ્વારા ટિફિનની વ્યવસ્થા કરી આપવા, અનાજની કિટ પહોંચાડવા, લાઇટ-ગેસ જેવા બિલો ભરવા અને દવાઓ લાવી આપવા માટે મદદ માંગવામાં આવી રહી છે.એક સિનિયર સિટિઝને પાડોશી ઝઘડાખોર હોવાથી તેને સમજાવવા માટે પણ મદદ માંગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના કાળમાં પોલીસ વિભાગ દ્વારા કોરોનાને અટકાવવા માટે વોરીસર્સની ભુમિકા ભજવી હતી. કોરોના કાળમાં પોલીસના અનેક સકારાત્મક ચહેરા લોકો સામે આવ્યા હતા. તેની સાથે અગાઉ શહેરમાં પુર હોય કે, કોરોના અથવાતો અન્ય જરૂરીયાતના સમયે પોલીસ દ્વારા ખડેપગે સેવા કરવામાં આવી હતી. જેને લઇને હવે પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. હવે SHE ટીમની કામગીરીને પગલે જરૂરીયાતમંદ લોકોને સમયસર જીવન જરૂરી સેવાઓ મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud