શીનોરના બજારમાં આવેલી સ્ટાર જ્વેલર્સની દુકાનમાં ગત રોજ બપોરે ખરીદી કરવાના બહાને પાંચ અજાણ્યા શખ્સો આવ્યા
દુકાનદાર સોના ચાંદીના ઘરેણા બતાવ્યા બાદ બોક્સમાં પાછા મુકવા જતા કંઇક ગડબડ થયાનું ધ્યાને આવ્યું
ગઠીયાઓ સોના ચાંદી મળીને કુલ. 46 હજારનો સામાન ચોરી કરી ગયા
WatchGujarat. શિનોર બજારમાં આવેલ સ્ટાર જ્વેલર્સની દુકાન આવેલી છે. 3 એપ્રીલના રોજ બપોરના સમયે ત્રણ સ્ત્રી અને બે પુરુષ ગ્રાહકના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા. અને ખરીદી કરવાના બહાને સોનાના ઘરેણાં જોયા હતા. જો કે, દુકાનદારની નજર ચુકવાની ઝુમ્મર અને સાંકડા સેલવી લીધા બાદ નાસી છુટ્યા હતા. ઘરેણા ચોરી થયાની વાત વેપારીના ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિનોર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
https://youtu.be/pDxxuddJDmc
પ્રાપ્ત વિગતો અનુસાર શિનોર બજારમાં સોનીની દુકાનો આવેલી છે. સ્ટાર જ્વેલર્સની દુકાનમાં ગત રોજ બપોરે ખરીદી કરવાના બહાને ત્રણ સ્ત્રી અને બે પુરૂષો આવ્યા હતા. અને ખરીદી કરવા માટે અલગ અલગ ઘરેણાં જોવા માંગ્યા હતા. ત્યાર બાદ તેઓ જતા રહ્યા હતા.
ગ્રાહકના સ્વાંગમાં આવેલી વ્યક્તિઓ ગયા બાદ દુકાન માલિક ઇબ્રાહિમ શેખ સોનાના ઝુમ્મર પાછા બોક્સ માં મુકવા જતા એક જોડ ઓછી થયેલા જણાયા હતા. અને ચાંદીના રજવાડી પાયલ બે જોડ ઓછા થયાનું જણાતા વજન કર્યું હતું. વજન કરતાં સોનાના ઝુમ્મર નું વજન 3.5 મી અને ચાંદીના રજવાડી પાયલ નું વજન 450 ગ્રામ ઓછું થયેલું માલુમ પડ્યું હતું. સોનાના ઝુમ્મર ની કિંમત રૂ. 18,000 અને ચાંદીના માલની કિંમત આશરે રૂ. 28 હજાર રૂપિયા આમ ફુલ 46 હજાર રૂપિયાનો માલ સેરવી જતા દુકાનદાર ચોંકી ઊઠયા હતા.
ચોરી થયાનું ધ્યાને આવતા દુકાનના સંચાલકોએ દુકાનમાં લગાડેલા સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવી ચેક કરતા ગ્રાહકોના સ્વાંગમાં આવેલા બે પુરુષ અને ત્રણ સ્ત્રીઓએ માલ ની સેરવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેથી આખરે દુકાન માલિકે શિનોર પોલીસ મથકે પહોંચીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. અગાઉ છ માસ પૂર્વે બજારમાં બીજા ચોકસીની ત્યાંથી પણ સોનાની વિટીઓ ની ચીલ ઝડપ થઈ હતી પરંતુ સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તેઓએ ફરિયાદ નોંધાવી ન હતી. આ ઘટનાથી શિનોર પંથકમાં ચકચાર મચી ગઇ છે.