• સ્માર્ટ સીટીના શાશકોના પાપે શહેરવાસીઓને લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
  • ચુંટણી પતી ગયા બાદ હવે ફરી એક વખત પીવાનું દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યા સપાટી પર આવી
  • કોરોનાનો માર વેઠી રહેલા શહેરવાસીઓ પર પીવાના પાણીનું સંકટ

WatchGujarat. શહેરમાં પાણીના વિપુલ પ્રાણમાં સ્ત્રોતો ઉપલબ્ધ હોવા છતાં શહેરવાસીઓને પીવાલાયક પાણી પહોંચાડવામાં પાલિકનું તંત્ર અસમર્થ હોવાના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. તો બીજી તરફ મહિસાગર નદીના પટ વિસ્તારમાં પાણી પર શંકાસ્પદ ઝેપી ફીણ ફરી વળ્યું છે. જેને લઇને પાણીના સ્ત્રોતોની પાણીની સાચવણીમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. તેવા સમયે શહેરના માંજલપુર વિસ્તારમાં પીવાનું પાણી દુર્ગંધ યુક્ત આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઇને હવે સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત વ્યાપી છે.

સ્માર્ટ સીટીના શાશકોના પાપે શહેરવાસીઓને લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર પાસે પાણીના પુરતા પ્રમાણમાં જળસ્ત્રોતો હોવા છતા લોકો સુધી પીવા લાયક પાણી પહોંચાડવામાં શાશકો નિષ્ફળ રહ્યા છે. ચુંટણી પતી ગયા બાદ હવે ફરી એક વખત પીવાનું દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યા સપાટી પર આવી છે. કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શહેરીજનોએ વધુ એક સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

માંજલપુરની નિર્દેશ ટેનામેન્ટ સોસાયટીના મકાનોમાં આવતું પીવાનું પાણી ગંદુ આવતા રહીશો ચિંતામાં છે. પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઇને આવતું  હોય તેવું સ્પષ્ટ જણાય છે. સોસાયટીના રહીશોએ ગંભીર બીમારી લોકોમાં ના ફેલાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં વારંવાર જાણ કરવા છતાં આજદિન સુધી કોર્પોરેશનમાંથી પાણીનો નમૂનો લેવા પણ કોઇ આવ્યું નથી. શહેરમાં લોકોને પીવાનું પાણી નહિ પહોંચાડી શકતા શાશકો સ્માર્ટ સીટી બનાવવાના સપના સેવી રહ્યા છએ.

સોસાયટીના રહીશોએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ડ્રેનેજ મિશ્રિત પાણી  હોવા છતા કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી નથી. હાલમાં કોરોનાની બીમારી ચાલતી હોવાથી સ્વાસ્થ્ય સારુ રાખવું મહત્વનું છે પરંતુ દુષિત પાણી અંગે સત્તાવાળાઓને જાણ કરવા છતાં હજી સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud