• કહેવા માટે તો શાસકો દ્વારા વડોદરાને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે
  • ગત રાત્રીએ સુભાનપુરા વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઈટ ઝબકારા મારતી હતી
  • છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ માટે જે સમસ્યાઓ પડી રહી છે તે જોતા લાગે છે કે સ્માર્ટ સિટીનું સ્વપ્ન પામવા માટે આપણે હજી જોજનો દૂર છીએ

Watchgujarat. વડોદરા સાહિત રાજ્યના ચાર શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જો કે, તંત્ર કેટલું ઓવર સ્માર્ટ છે તે વાત સ્થાનિકો સારી રીતે જાણે જ છે. ગઈ કાલે વધુ એક વખત સ્માર્ટ સિટીમાં લાઈટો ઝબકારા મારતા તંત્રની પોળ ખુલ્લી પડી ગઈ હતી. આમ જોતા લાગે છે કે, સ્માર્ટ સિટી વડોદરામાં ડાન્સિંગ લાઈટ તો છે, જો મ્યુઝિક નો વ્યવસ્થા થાય તો ડિસ્કો થેક નો રોમાંચ નાગરિકો માણી શકે.

કહેવા માટે તો શાસકો દ્વારા વડોદરાને સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ વહીવટ તંત્રની સુસાશનની પોલ ખુલ્લી પાડે તેવા ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. તેવા સમયે પરમ દિવસે રાત્રે ગોરવા વિસ્તારમાં ઘરેથી નોકરી જઇ રહેલા યુવકનું અકસ્માતે મૃત્યુ થયું હતું. જો કે, કેટલાક સ્થાનિક લોકોના મતે ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી તેનાથી બચવા જતા અકસ્માત સર્જાયો હતો.

ઘટનાના બીજા દિવસે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલથી LIC ઓફિસ તરફ જવાના રસ્તે મુકવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ ઝબકારા મારતી હતી. અને જાણે કોઈ ડિસ્કો થેક પર ફરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી હતી. સ્ટ્રીટ લાઇટો ઝબકારા મારતી હોય તેવા સમયે રસ્તા પર આવતા ખાડા, ટેકરા અથવાતો રખડતા ઢોરનો અંદાજો સમયસર ન લાગે તો અકસ્માત સર્જાઇ શકે છે. પરંતુ રમુજમાં કહીએ તો જો પાલિકા તંત્ર દ્વારા ડાન્સિંગ લાઇટની સાથે મ્યુઝિકની વ્યવસ્થા કરી આપવામાં આવે તો નાગરિકો રસ્તા પર જ ડિસ્કો થેકનો રોમાંચ માણી શકે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સ્માર્ટ સિટીમાં પીવાના પાણી, ગટર, રોડ – રસ્તા સહિતની અનેક સમસ્યાઓ છે. ક્યારેક હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જાય છે, તો ક્યારેક પીવાનું પાણી રંગીન આવે છે. વારંવાર રજુઆત છતાં પાલિકા તંત્ર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. શહેરના છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ માટે જે સમસ્યાઓ પડી રહી છે તે જોતા લાગે છે કે સ્માર્ટ સિટીનું સ્વપ્ન પામવા માટે આપણે હજી જોજનો દૂર છીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud