સ્માર્ટ સીટી વડોદરામાં અગાઉ અનેક વખત શાસકોના ડોબા વહીવટની ઘટનાઓ સામે આવતી હોય છે
શહેરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ તાત્કાલિક પગલા લેવાની જગ્યાએ હજારો ગેલન પાણી વહી ગયા બાદ તંત્ર કામગીરી કરવા પહોંચે છે
હવે દિવાળીપુરા વિસ્તારમાં પાલિકા તંત્રના અણઘડ વહીવટનો કિસ્સો સામે આવ્યો છે
WatchGujarat. રાજ્યમાં વડોદરા સહિત અન્ય ચાર શહેરોની સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી હતી. સ્માર્ટ સીટી વડોદરાની તો એવી હાલત છે કે ધોળે દિવસે પણ સ્ટ્રીટ લાઇટ ચાલતી રહે છે. અને તેને સમયસર બંધ કરવાની દરકાર પણ કોઇ લેતું નથી. દિવાળીપુરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સાંજે ચાલુ કરવામાં આવતી સ્ટ્રીટ લાઇટ બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહેતા સ્થાનિકોમાં તંત્રની લાપરવાહી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.
https://www.youtube.com/watch?v=eOZgWY-id24
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને સુરતની સ્માર્ટ સીટી તરીકે પસંદગી કરવામાં આવી હતી. તમામ શહેરોના ચોક્કસ વિસ્તારોને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી હોવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે સ્માર્ટી સીટીના સપના બતાવતા શાસકોની ઓવર સ્માર્ટનેસ કેટલીક વખત સામે આવતી હોય છે. ક્યારેક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ તાત્કાલિક પગલા લેવાની જગ્યાએ હજારો ગેલન પાણી વહી ગયા બાદ તંત્ર કામગીરી કરવા પહોંચે છે. તો ક્યારેક પાલિકાના તંત્રના પાપે લોકોએ અન્ય રીતે ભોગવવાનો વારો આવતો હોય છે.
તાજેતરમાં પાલિકાના બેદરકારી ભર્યા વહીવટનું ઉદાહરણ રજુ કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઇટ ઘોળે દિવસે પણ ચાલુ હોવાની વાત સ્થાનિકોના ધ્યાને આવી હતી. સ્થાનિકના મતે છેલ્લા 2 દિવસથી સવારે 10 વાગ્યા સુધી રજનીગંધા એપાર્ટમેન્ટથી લઇને દિવાળીપુરા ગાર્ડન સુધીની સ્ટ્રીટ લાઇટ ચાલુ જ રહે છે. સ્માર્ટ સીટીના શાસકો દ્વારા સ્ટ્રીટ લાઇટ સમયસર બંધ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી.
અત્રે ઉલ્લેખીય છે કે, લોકોને સ્પર્શતી સેવાઓનું સમયસર સંચાલન કરવામાં નિષ્ફળ તંત્ર સ્માર્ટ સીટીના સ્વપ્ન સુધી કેવી રીતે પહોંચશે તે જોવું રહ્યું.