તાજેતરમાં બોલીવુડમાં ફેક ફોલોઅર્સ વધારવાનું કૌભાંડ સામે આવ્યું હતું
થર્ડ પાર્ટી સોફ્ટવેરનો દુરઉપયોગ કરનારાઓ સામે આઇટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી - મયુર ભુસાવળકર
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ફોલોઅર્સ વધારવાની સાથે અલગ અલગ રીતે એન્ગેજમેન્ટ વધારવાની દિશામાં કામ કરવું જોઇએ - વાચા પંડ્યા
WatchGujarat. સામાન્ય રીતે નેતાઓ જમીન સાથે જોડાયેલા હોવાની માન્યતા રહેલી છે. પરંતુ હવે ટેકનોલોજીનો જમાનો આવ્યો છે. અને નેતાઓનું ફીઝીકલ (જમીન સાથે) જોડયેલા રહેવાની સાથે વર્ચ્યુઅલ (ઓનલાઇન) જોડાવવાનું મહત્વ પણ વધી ગયું છે. સ્થાનિક સ્વરાજ્યનું ચુંટણીમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં સોશિયલ મિડીયામાં પ્લેટફોર્મ પર એકાઉન્ટ અને તેના ફોલોઅર્સની સંખ્યાની માહિતીને પગલે ટીકીટ વાંચ્છુઓ મુંઝવણમાં મુકાયા છે. અને ફોલોઅર્સ વધારવા માટે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આમ કરવું જોખમી છે.
આપણે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છે. ટેકનોલોજી સમજાય ત્યાં તો નવી અપડેટ આવી જાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સોશિયલ મિડીયા પર એકાઉન્ટ અને તેના ફોલોઅર્સની સંખ્યા માંગતા ભાવી ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે. અને તેવા સમયે વધારે ફોલોઅર્સ ભેગા કરવા માટે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે. પરંતુ ખોટી રીતે ફોલોઅર્સ વધારવાનો અખતરો ભારે નુકશાનકારક નિવડી શકે છે.
થર્ડ પાર્ટી સોફ્ટવેરની ઉપયોગથી સોશિયલ મિડીયામાં લોકપ્રિયતા જાળવી રાખવાનું કૌભાંડ ગત વર્ષે સામે આવ્યું હતું. જે અંગે માહિતી આપતા સાબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, જુલાઈ 2020 માં જ મુંબઈમાં ફેક ફોલોઅર્સ વધારવાનું સૌથી મોટું રેકેટ પ્રથમ વખત સામે આવ્યું હતું. અને મુંબઈ એસ.આઇ.ટીએએ ફેક ફોલોઅર્સ વધારવા માટેના રેકેટ ચલાવનારની ધરપકડ પણ કરી હતી.
કૌભાંડ આચરનારાઓની મોડ્સ ઓપરેન્ડી પૈસા લઈને ફોલોઅર્સની સંખ્યા વધારી આપવી, તેમજ કોઈ પોસ્ટ પર અમુક નિશ્ચિત સમયગાળાની અંદર હજારોની સંખ્યામાં કોમેન્ટને પોસ્ટ કરાવવી, બોટ એકાઉન્ટનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા નિર્ધારિત કરેલા અલ્ગોરિધમનો ફાયદો કેવી રીતે ઊંચકી શકાય તથા કેવી રીતે કોઈ ઈન્ફ્લુએન્સરને ફાયદો પોંહચાડવો, જેવી અન્ય બાબત તેમાં સામેલ હતી. તમામ કામ માટે પૈસા લઇને ગેરમાન્ય તકરીબો અજમાવીને પરિણામ આપવામાં આવતું હતું.
ફેક ફોલોઅર્સ વધારનારાઓ સામે IT એક્ટ અંતર્ગત કાર્યવાહી થઇ શકે
મયુર ભુસાવળકરે ઉમેર્યું હતું કે, IT એક્ટ સેકશન 43, 66, 67, 72 મુજબ ગુનો દાખલ થઈ શકે છે,અને ગુનો જો સાબિત થાય તો,3 વર્ષની જેલ અને 5 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. અગાઉ બોલીવુડ સેલીબ્રીટીઓની સોશિયલ મિડીયામાં લોકપ્રિયતા મેળવી આપવાના પ્રયાસોમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ક્રોસ પોસ્ટ, પેઇડ કેમ્પેઇનના વિકલ્પ અજમાવીને ઓર્ગેનીક રીતે ફોલોઅર્સની સંખ્યા વધારી શકાય
સોશિયલ મિડીયા એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે ક્રોસ પોસ્ટ સૌથી સરળ વિકલ્પ છે. તેની સાથે જો કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખર્ચ કરીને પેઇડ કેમ્પેઇન દ્વારા ફોલોઅર્સની સંખ્યા વધારી શકે છે. કોઇ પણ વ્યક્તિ અથવા સંસ્થાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ફોલોઅર્સ વધારવાની સાથે અલગ અલગ રીતે એન્ગેજમેન્ટ વધારવાની દિશામાં કામ કરવામાં આવે તો ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો કરી શકાય છે. માત્ર ફોલોઅર્સ વધારવાની જગ્યાએ અનેક રીતે સોશિયલ મિડીયા એકાઉન્ટ મેનેજ કરવું જોઇેએ. ચોક્કસ સ્ટ્રેટર્જી સાથે કામ કરવાથી સારા પરિણામ મેળવી શકાય છે. - વાચા પંડ્યા, (ફાઉન્ડર - Digital Neev 360)