• 28 વર્ષીય દિવ્યેશે તેની માતાની હત્યા કર્યા બાદ ઘરની પાછળ જ કચરાના ઢગલામાં સળગાવી દીધી હતી.
  • કચરો પુરી રીતે ન સળગતા વૃદ્ધાની લાશ અર્ધ બળેલી હાલતમાં જોવા મળી હતી.
  • માતાની હત્યા થઇ હોવાની જાણ થતાં પુત્રી અને જમાઇ દોડી આવ્યાં હતા
  • પોલીસે હત્યારાની પ્રાથમિક પુછપરછ કરતા કહ્યું “ મારામાં શંકર ભગવાન આવ્યા એટલે મારે એને ઘરમાં રખાઇ નહીં એટલે મારી નાખી”

#Vadodara - બહેને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? હત્યારો પુત્ર બોલ્યો “ સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ”

WatchGujarat.  નશાના રવાડે ચઢેલા પુત્રએ ગત મોડી રાત્રે તેની માતાની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. બનાવની જાણ વૃદ્ધાની પુત્રી અને જમાઇને થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યાં હતા. જ્યાં બહેને હત્યારા ભાઇને આ ક્રુત્ય કરવા પાછળનુ કારણ પુછતા તેને એવો જવાબ આપ્યો કે તેની ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ બન્યો છે. તેમજ પોલીસ પુછપરછ દરમિયાન પણ હત્યારાએ એવા જવાબો આપ્યા કે જે પોલીસના પણ ગળે ઉતરે તેમ નથી. #હત્યારો પુત્ર

ગોત્રી રોડ પર આવેલા જય અંબે નગરમાં ગત મોડી રાત્રે 28 વર્ષીય દિવ્યેશ બારીયાએ તેની 50 વર્ષીય માતા ભીખીબહેનની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી હતી. સગી માતાની હત્યા કર્યા બાદ લાશને ઘરની પાછળ આવેલા ખુલ્લે મેદાનના કચરામાં નાખી હતી. જ્યાં હત્યારા પુત્રએ માતાની લાશ ઉપર કચરો નાખી દિવાસળી ચાંપી દીધી હતી. ત્યારબાદ તેની ઉપર સિમેન્ટના પતરા ગોઠવી દીધા હતા. જોકે મોડી રાતથી ફુંકાઇ રહેલા ઠંડા પવનના કારણે વૃદ્ધાનો મૃતદેહ પુરી રીતે સળગ્યો ન હતો. #હત્યારો પુત્ર

#Vadodara - બહેને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? હત્યારો પુત્ર બોલ્યો “ સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ”

સવાર પડતા જ આસપાસમાં રહેતા લોકોને વૃદ્ધાની અર્ધ બળેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી. દરમિયાન હત્યારો દિવ્યેશ પોતાના ઘરની અગાસી ઉપર લોહી વાળા હાથ લઇ આંટા ફેરા મારી રહ્યો હતો. પાડોશીઓએ આ દ્રશ્યો જોતા દિવ્યેશની બહેનને ફોન કરી જાણ કરી હતી. જેથી બહેન સજ્જન તેના પતિ સાથે તાત્કાલીક દોડી આવી હતી. સજ્જન બહેને ઘરનો દરવાજો ખખડાવતા પહેલા તો બે વખત દિવ્યેશએ ખોલ્યો ન હતો. બાદમાં દરવાજો ખોલતા જ તેમને સવાલ કર્યો મમ્મી ક્યાં છે ? ત્યારે દિવ્યેશ બોલ્યો મેં મમ્મીને મારી નાખી પાછળ સળગાવી દીધી છે. #હત્યારો પુત્ર

આ મામલે watchgujarat.com સાથે સજ્જનબહેનએ વાત કરતા જણાવ્યું હતુ કે, હું ઘરે આવી ત્યારે મેં મારા ભાઇને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? ત્યારે આ સવાલનો વળતો જવાબ આપતા દિવ્યેશએ કહ્યું “ સપનામાં પપ્પા આવ્યાં હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ એટલે મેં મારી નાખી”. #હત્યારો પુત્ર

#Vadodara - બહેને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? હત્યારો પુત્ર બોલ્યો “ સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ”

જ્યારે પોલીસે આ મામલે હત્યારા દિવ્યેશની પ્રાથમિક પુછપરછ કરતા તેણે ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.વી ચૌધરીને કહ્યું “મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી”.
માતાની હત્યા કરનાર પુત્ર દિવ્યેશના ઉપરોક્ત જવાબો સાંભળી તેની માનિસક સ્થિતિ અસ્વસ્થ હોવાનુ જણાઇ આવે છે. જોકે આસપાસમાં રહેતા લોકોના જણાવ્યાં અનુસાર હત્યારો દિવ્યેશ નશો કરવાની ટેવ ધરાવે છે. નશાની લત એને એટલી લાગી ગઇ કે તે કાયમ નશામાં જ રહેતો હતો.

#Vadodara - બહેને પુછ્યું તે કેમ મમ્મીને મારી નાખી ? હત્યારો પુત્ર બોલ્યો “ સપનામાં પપ્પા આવ્યા હતા કહ્યું મમ્મીને ઉપર મોકલ”

More #હત્યારો પુત્ર #Stabbed #mother #misguide #police #sister #Vadodara #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud