• સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવા યુવકો અનેક શહેરોમાંથી વડોદરા આવ્યા
  • ભીડ એકત્ર થતા સંચાલકોએ ઇન્ટરવ્યુ રદ કર્યા, ત્યાર બાદ મચ્યો હોબાળો
  • આખરે સ્થાનિક પોલીસે સંચાલકની અટકાયત કરી
  • ઇન્ટરવ્યુ વડોદરા રાખવામાં આવતા સાંસદ મનસુખ વસાવાએ સત્તાધીશોને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી
  • યુવાનો નોકરી મેળવવા માટે સેંકડો કિમી દુરથી વડોદરા આવ્યા હતા

WatchGujarat. વિશ્વવિખ્યાત પ્રવસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવા રવિવારે વડોદરા ખાતે ભરતીનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે અન્ય શહેરો અને ગામડાઓમાંથી યુવાનો વડોદરા ખાતે આવ્યા હતા. જો કે, ઇન્ટરવ્યુ લેવા માટેની કંપનીએ આખરી ક્ષણે ઇન્ટરવ્યુ રદ કરી દેતા હોબાળો મચ્યો હતો. આખરે પોલીસે દરમિયાનગીરી કરીને સમગ્ર મામલો થાળો પાડ્યો હતો. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સત્તાધીશોને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

રાજ્યના અનેક શહેરોમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. રોજેરોજ સેંકડો કોરોનાના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કુણાલ ચાર રસ્તા પાસે CIFL HR કંપની દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરાયું હતું. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ટુરિસ્ટ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ અસિસ્ટન્ટની નોકરીવાંચ્છુ યુવાનો કંપનીની ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે, આયોજકે પોલીસની પરવાનગી વિના ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું હતું. જેમાં નોકરી વાંચ્છુકોના ટોળેટોળા ભેગા થઇ જતાં સ્થાનિકોએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આયોજકની અટકાયત કરી હતી. સંચાલકે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્ટરવ્યુ આપવા માટે ટોળા ભેગા થયા છે. તેને લઇને ઇન્ટરવ્યુ કેન્સલ કરીએ છીએ. ફરીથી જણાવીશું.

સમગ્ર મામલે બહાર ગામથી વડોદરા ખાતે ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા યુવક – યુવતિ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. અને મિડીયા સાથે વાત કરતા તેઓએ તેમનો બળાપો કાઢ્યો હતો.

હું ભુજથી આવું છું, અમારૂ ઇન્ટરવ્યુ લઇ લો અથવા તો અમારા ભાડાના પૈસા આપી દો

ભુજથી આવેલા નોકરી વાંચ્છુએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં 1,500 રૂપિયાનો સીએનજી ગેસ બાળીને અહિંયા સુધી આવ્યો છું. તેની સાથે મારો એક દિવસની હાજરી પણ બગડી છે. અહિંયા આવતા જ ઇન્ટરવ્યુ રદ કરાયાની જાણકારી મળી હતી. હવે હું મારા અને અહિંયા આવેલા તમામ માટે એક વાત કહું છું કે, અમારૂ ઇન્ટરવ્યુ લઇ લો અથવાતો અમારા લોકોને આવવા માટે લાગેલા ભાડાનું ભથ્થુ આપી દો.

ઇન્ટરવ્યુ આપવા માટે યુવાનો છોટાઉદેપુર, નસવાડીથી લઇ છેક ભાવનગરથી આવ્યા છે

ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા લુણાવાડાના પ્રકાશે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે વડોદરા, છોટાઉદેપુર, નસવાડીથી લઇને છેક ભાવનગરથી યુવાનો અહિંયા આવ્યા છે. અમને કોઇએ ફોન કરીને નથી બોલાવ્યા, અને સ્થળ જોઇને અહિંયા આવ્યા છીએ. પરંતું અહિંયા આવ્યા બાદ જાણ થઇ કે અમારા ઇન્ટરવ્યુ રદ કરી દેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુ સંચાલકોએ પોલીસને જાણ ન હતી કરી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud