• કેવડિયા રેલ્વે સ્ટેશનની રેલ્વે બોર્ડ ચેરમેને લીધી મુલાકાત
  • 17 મી જાન્યુઆરીએ કેવડિયા રેલ્વે સ્ટેશન પર આવવા દેશ ભરમાંથી 8 ટ્રેનો એક સાથે ફ્લેગ ઓફ કરશે
  • ટીકીટના દર સામાન્ય પ્રવાસીને પોસાય એવા હશે

WatchGujarat. ભારતીય રેલ્વેનું દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયામાં નિર્માણના અંતિમ તબક્કામાં છે.લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગે એ માટે કેવડિયા રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓ જેવા ઉત્તરશે કે તરત 100 ફૂટ ઊંચો રાષ્ટ્ર ધ્વજના એમને દર્શન થશે, સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની 20 ફૂટ ઊંચી એક રેપ્લિકા પણ મુકાઈ છે.

 

આગામી 17 મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ 24 મહિના બાદ સાકાર થવા સાથે તેઓના હસ્તે દિલ્હીમાં બેઠા બેઠા સવારે 11.20 કલાકે દેશના વિભિન્ન ભાગમાંથી કેવડિયા SOU ખાતે સાગમટે 8 ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી ઇ-પ્રસ્થાન કરાવાશે.કેવડિયા ખાતે એ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.17 મી એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પીયૂસ ગોયલ કેવડિયા ખાતે હાજર રહેશે.

રેલ્વે બોર્ડના ચેરમેન સુનિત શર્મા પ્રતાપનગરથી કેવડિયા સુધીની રેલ્વે લાઈનનું નિરીક્ષણ કર્યું હતું.એમણે રેલ્વે ટ્રેક, વાયરિંગ અને સિગ્નલને લગતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વચ્ચે આવતા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.રેલ્વે બોર્ડના ચેરમેન સુનિત શર્માએ જણાવ્યું હતું કે કેવડિયા રેલ્વે સ્ટેશન માટે જ્યારે જમીન સંપાદન થયું એના 6 મહિનામાં જ એનું નિર્માણ થયું છે.આ રેલ્વે લાઈનથી આદીવાસી વિસ્તારનો વિકાસ થશે.

17 મી જાન્યુઆરીએ ચેન્નાઈ, રેવા, બનારસ, દાદર, નિઝામુદ્દીન, અમદાવાદ, અને 2 મેમુ ટ્રેન મળી દેશ ભરમાંથી કુલ 8 ટ્રેનનું એક સાથે કેવડિયા માટે ફ્લેગ ઓફ થશે જ્યારે 17 મી કેવડિયા રેલ્વે સ્ટેશનથી એક મેમુ ટ્રેન રવાના થશે.સાથે સાથે એ દિવસે ડભોઈ, ચાંદોદ, કેવડિયા રેલ્વે સ્ટેશનનું અનાવરણ પણ થશે.સામાન્ય માણસને પોષાય અને વધુ પ્રવાસીઓ આકર્ષાય એવા ટીકીટ દર રાખવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું કે આખા દેશને કેવડિયા સાથે જોડાયું છે.હાલ ટ્રેનની ગતિ 110 કિમિ પ્રતિ કલાકની હશે એ બાદ ટ્રેક, રેલ્વે સ્ટેશન અને અન્ય લાઈનોનું ઇન્સ્પેકશન થશે એ બાદ 110 કિમિ પ્રતિ કલાકની ઝડપની પરમિશન તુરંત મળી જશે.જ્યારે આગામી 6 મહિનામાં સ્પીડ વધારી 130 કિમિ પ્રતિ કલાક કરાશે. કેવડીયામાં ભારતીય રેલ્વેનું પ્રથમ ગ્રીન સ્ટેશન બની રહ્યું છે, ઉર્જા બચાવવા માટે રેલ્વે સ્ટેશન બનાવવા માટે તમામ મટીરીયલ ઉર્જાની ખપત પુરી પાડશે. કેવડિયા રેલ્વે સ્ટેશનને સરદાર પટેલ સાથે જોડાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud