• ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય નારાજગી પ્રકટ કરી
  • કેવડીયામાં ભરતી માટે ઇન્ટરવ્યુ રાખવા અને સ્થાનિકોને રોજગારી આપવા સરદાર સરોવરના MD ને MP નો પત્ર
  • વડોદરા ખાતે રવિવારે હોળીએ CIEL HR Services એ ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટ માટે મૌખિક ઇન્ટરવ્યૂ રાખ્યા હતા
WatchGujarat.  કેવડિયા SOU ખાતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના ગાઈડ, સુપરવાઈઝર અને ટુરિઝમ આસિસ્ટન્ટના મૌખિક ઇન્ટરવ્યૂ રવિવારે હોળીના તહેવારે જ વડોદરાની એજન્સી દ્વારા આયોજીત કરાયા હતા. આટલું ઓછું હોય તેમ આ ઇન્ટરવ્યૂ નું સ્થળ વડોદરા રખાતા સાંસદ MP મનસુખ વસાવા એ આવી રીતિ નીતિ સામે ભારો ભાર નારાજગી વ્યક્ત કરી છે.

ભરૂચ- નર્મદા લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવા એ કેવડિયા, નર્મદા અને ભરૂચ જિલ્લાના સ્થનિકોને અન્યાય સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો. રાજીવ ગુપ્તાંને પત્ર લખ્યો છે.

MP એ MD ને પત્રમાં જણાવ્યું છે કે, SSNL સરદાર સરોવર લીમીટેડમાં તમારા અંડરમાં CIEL HR SERVICES PVT . LTD . કંપની વડોદરાને કરાર આધારીત ટુરીસ્ટ ગાઈડ ( અંગ્રેજી ) , ટુરીસ્ટ ગાઈડ ( ગુજરાતી / હિન્દી ) તથા સુપરવાઈઝર , ટુરીઝયમ આસીટન્ટની ભરતી પ્રકિયા માટે મૌખિક ઈન્ટરવ્યુ હોળીના તહેવારે રાખવામાં આવ્યા હતા. તે ખરેખર યોગ્ય નથી.

સરદાર સરોવર નર્મદા કેવડીયા SOU ખાતે ઘણા બઘા મોટા અભ્યાસ વર્ગો , તાલીમ શિબીર , સાંસ્કૃતીક કાર્યક્રમો મોટી સંખ્યામાં થાય છે , તો ભરતીની પ્રકિયા કેવડીયા ખાતે કેમ ના થઈ શકે ? આ ભરતીમાં સ્થાનીક લોકોની સાથે અન્યાય કરી બહારના લોકોને સીલેકટ કરવાની ગેરરીતી થઈ હોય તેવી બાબત મારી સમક્ષ આવી છે . જેનાથી હું ખુબ જ નારાજગી પ્રકટ કરૂ છું.

ખરેખર આ ભરતી પ્રક્રિયા વડોદરાની જગ્યાએ કેવડીયા SOU ખાતે કરવી જોઈએ અને હોળી જેવા પવિત્ર તહેવારના દિવસે આ ભરતી પ્રક્રિયા નહી હોવી જોઈએ. ભરતી પ્રક્રિયામાં પ્રથમ પસંદગી કેવડીયાના આસપાસ વિસ્તારના ગામોના સ્થાનિક યુવકોની હોવી જોઈએ અને બીજી પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનીટી સાથે જોડાયેલા નર્મદા જિલ્લા , ભરૂચ જિલ્લા તથા વડોદરા જિલ્લાના યુવાનોની હોવી જોઈએ , તેવી સ્થાનીક લોકોની તથા મારી માંગણી અને લાગણી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud