• એકલી મહિલાઓને ટાર્ગેટ કરી આ ગેંગ માર મારી લૂંટ ચલાવે છે.
  • બંધ મકાનોની રેકી કર્યા બાદ તેને નિશાનો બનાવી ઘરના તાળા તોડી ચોરી કરી છે.
  • ચોરી, લૂંટ કરવા ઇકો કારમાં ફરે છે ગેંગના સાગરીતો
  • પહેરેલા કપડા ઇકો કારમાં કાઢી નાખી ચડ્ડી બંડીમાં આવી ધા-લૂંટ અને ચોરીને અંજામ આપે છે.
  • આણંદ જિલ્લા પોલીસે દાહોદની ચડ્ડી બંડી ગેંગના એક સાગરીત

WatchGujarat. રાજ્યભરમાં આતંક મચાવનાર ચડ્ડી બંડી ગેંગ થોડા થોડા સમયના અંતરે જુદા જુદા શહેરોમાં સક્રિય થતી હોય છે. આ ગેંગની કરતુતોના કારણે પોલીસની ઉંઘ હરામ થઇ જાય છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી આણંદ- વિદ્યાનગરમાં ઘાડ-લૂંટ અને ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યાં હતા. જેથી પોલીસે આ ગુનાખોરી અટકાવવા માટે સ્પેશ્યલ બાઇક પેટ્રોલીંગ શરૂ કરતા મોટી સફળતા હાથ લાગી હતી.

આણંદ – વિદ્યાનગરમાં છેલ્લા ઘણા સમયથી ઘાડ-લૂંટ અને ચોરીના બનાવો બની રહ્યાં હતા. જેમાં ખાસ કરીને ચડ્ડી બનીયાનઘારી ગેંગ મહિલા તેમજ પુરૂષોને ઢોર માર મારી લૂંટ ચલાવતી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી બનતા પોલીસની ઉંઘ હરામ થઇ હતી. જેથી આ પ્રકારની ગુનાખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા 44 કર્મીઓની ટીમ બનાવી સ્પેશ્લય બાઇક પેટ્રોલીંગની શરૂઆત કરી હતી. જેમાં સોમવારે મોગારી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં બાઇક પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ કર્મીઓને એક શંકાસ્પદ ઇકો કાર આંટા ફેરા મારતી નજરે પડી હતી. તેવામાં પોલીસની એક ટીમે અન્ય ટીમોને જાણ કરી સોજીત્રા રોડ પરથી શંકાસ્પદ ઇકો કારને અટકાવી અંદર તપાસ કરતા લાકડાના દંડા, ડીસમીસ, લોખંડનુ ગણેશીયુ અને પ્લાસ્ટીકની થેલીમાં પડેલા નવા શર્ટનો જથ્થો મળી આવી હતો.

જેથી પોલીસે ઇકો કારના ચાલકે નરેશ હસનભાઇ પારસીંગભાઇ કટારા (રહે. ગરબાડા, દાહોદ)નાઓની પુછપરછ કરતા શંકાસ્પદ જણાઇ આવ્યો હતો. પોલીસે નરેશની પુછપરછ દરમિયાન કડકાઇ અપનાવતા તેણે વટાણા વેરી દેતા ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં આચરવામાં આવેલા ગુનાઓનો પર્દાફાશ થયો હતો.

દાહોદની ચડ્ડી બનીયાધારી ગેંગ કંઇ રીતે ગુનાને અંજામ આપે છે

પોલીસ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઇકો કારમાં ફેરી રેકી કરે છે. ત્યાર બાદ ખાતરી થતાની સાથે જ મોડી રાત્રે અથવા તો મળસ્કે ગુનાને અંજામ આપવા માટે પહોંચી જાય છે. તે પહેલા આ ગેંગના સાગરીતે પહેરેલા કપડા ઇકો કારમાં કાઢી નાખી પોતાની કમરે બાંધી લે છે અને ચડ્ડી બનીયાનમાં પહોંચી ડીસમીસ થા લોખંડના ગણશીયાથી ઘરના દરવાજા તોડી ચોરીને અંજામ આપે છે. આ દરમિયાન જો કોઇ વ્યક્તિ આવી પહોંચે તો તેને ઢોર માર મારી લૂંટી લેવામાં આવે છે. આવા કેટલાક ગુનાઓની પોલીસના હાથે ઝડપાયેલા નરેશ કટારાએ કબુલાત કરી છે.

ચડ્ડી બનીયાનધારી ગેંગે 3 મહિનામાં 7 ગુનાઓને અંજામ આપ્યા

પોલીસના બાઇક પેટ્રોલીંગ દરમિયાન ઝડપાયેલા દાહોદની ચડ્ડી બનીયાધારી ગેંગના નરેશ કટારાની પુછપરછ દરમિયાન, એક દિવસ અગાઉ વહેલી સવારે એ.પી.સી સર્કલથી એલીકોન ફાટક નજીકની સોસા.માં એક મહિલાને માર મારી દાગીનાની લૂંટ ચલાવી હતી. તથા વિદ્યાનગર મહાદેવ વિસ્તારના એક બંધ મકાનનુ તાળુ તોડી સોના-ચાંદી દાગીનાની ચોરી કરી હતી. ગત તા. 14 માર્ચના રોજ વહેલી સવારે વિદ્યાનગર પંચાયત નજીકની સોસાયટીમાં ચોરી કરવા પહોંચ્યાં હતા. પરંતુ પાડોશી જાગી જતા તેઓને માર મારી રોકડ રકમ તથા સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આણંદ વિદ્યાનગર રોડ પર પેટ્રલપમ્પ સામેની સોસા.માં ચોરી કરવા જતા સોસાયટીના સભ્યો જાગી જતા ગેંગ પરત ફરી હતી. એક મહિના અગાઉ વહેલી સવારે વિદ્યાનગર બાવીસ ગામ સ્કૂલ નજીક બે બંધ મકાનના દરવાજા તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. દોઢ મહિના અગાઉ  વિદ્યાનગર વિનુકાકા માર્ગ ઉપર બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી ચોરી કરી હતી. ઉતરાયણના દિવસે વિદ્યાનગર વિસ્તારાં ચોરી કરવા ફરેલા પણ મોકો ના મળતા પરત ફર્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud