• વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં મોટા ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા
  • તાજેતરમાં જ એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ઓક્સિજનની અછત સામે આવતા ઓએસજી ડો. વિનોદ રાવે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેડન્ટેન્ટ ડો. રંજન ઐયરને શો કોઝ નોટીસ ફટકારી હતી
  • ન્યુ સર્જીકલ વોર્ડ ખાતે બનાવવામાં આવેલો કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સપ્લાય કરતી પાઇપલાઇનમાં લિકેજ
  • ફાયરના લાશ્કરોએ ઓક્સિજનનો પુરવઠો ન ખોરવાય તેવી રીતે સમગ્ર કામગીરી પુરી પાડી

Watchgujarat. મધ્યગુજરાતની સૌથી મોડી સરકારી એસએસજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સપ્લાયની પાઇપમાં લિકેજ થયું હતું. જેને લઇને તંત્રના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. સમગ્ર મામલાની ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બાજી સંભાળી હતી. એક તરફ ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે, ત્યારે આ પ્રકારના લિકેજ માળખુ તૈયાર કરનારી બેદરકારી છતી કરે છે. જો કે, ગણતરીની મીનિટોમાં જ લિકેજનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું.

હાલ વડોદરા સહિત રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રોજે રોજ મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ કેસો આવી રહ્યા છે. એટલું જ નહિ કોરોના પોઝીટીવ કેસો આવવાની સાથે જરૂરી દવાઓ – ઇન્જેક્શનો અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. શહેરમાં ખાગની હોસ્પિટલો દ્વારા રોજે રોજ ઓક્સિજનની અછતને લઇને બુમો પાડી રહ્યા છે. પરંતુ વડોદરાને જોઇતો જથ્થો પુરો પાડી શકાતો નથી.

વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં મોટા ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા હતા. એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો નિયમીત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તાજેતરમાં જ એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ઓક્સિજનની અછત સામે આવતા ઓએસજી ડો. વિનોદ રાવે , એસએસજી હોસ્પિટલના સુપ્રીટેડન્ટેન્ટ ડો. રંજન ઐયરને શો કોઝ નોટીસ આપવાની વાત મીડિયા સમક્ષ કહી હતી. જો કે ત્યાર બાદ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ પર દેખરેખ રાખવાની જવાબદારી અન્ય બે સિનિયર ડોક્ટર્સને પણ સોંપવામાં આવી હતી.

સોમવારે એસએસજી હોસ્પિટલમાં મોટી દુર્ધટના ટળી હતી. ન્યુ સર્જીકલ વોર્ડ ખાતે બનાવવામાં આવેલો કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સપ્લાય કરતી પાઇપલાઇનમાં લિકેજ સામે આવ્યું હતું. લિકેજના કારણે સ્ટાફ એલર્ટ થઇ ગયો હતો. ઓક્સિજનની લાઇનમાં લિકેજ સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી.

 

ફાયરના લાશ્કરોએ તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચીને લિકેજનુ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર કર્મી સોલંકી ક્રિષ્ણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સવારે સાડાસાતે સિક્યુરીટી ઇન્ચાર્જે અમને કોલ કર્યો હતો. વાયર તુટી જવાને કારણે ઓક્સિજનની લાઇનમાં લિકેજ થયું હતું. દર્દીઓને કોઇ તકલીફ પડી નથી. વૈકલ્પિક લાઇન હોવાને કારણે દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો હતો. ગણતરીના મિનીટોમાં જ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી હતી. ખુબ જ ઝડપથી કામગીરી કરી દેવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud