• કોરોનાની બીજી વેવ આક્રમક રીતે લોકોને સંક્રમીત કરી રહી છે
  • હાલની સ્થિતીએ કોરોના દર્દીઓએ હોસ્પિટલમાં એડમીશન લેવા માટે અને મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે
  • મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર હેઠળ મારી માતા પાણી પીવા માટે ઇશારો કરતી હતી. પરંતુ તેને કોઇએ પાણી આપ્યું ન હતું

Watchgujarat. વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યું હતું. દિવસેને દિવસે કોરોનાને કહેર વધતા હવે લોકો ત્રસ્ત થયા છે. પોઝીટીવ કેસો વધતા દર્દીને દાખલ કરાવવા, જીવન રક્ષક ઇન્જેક્શનની સુવિધા કરવી સહિતી મુશ્કેલીઓ પરિવારજનોને પડી રહી છે. ગત રાત્રીએ ગોત્રી મેડીકલ હોસ્પિટલમાં કોવિડની સારવાર લઇ રહેલા દર્દીને એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવાતા તેઓનું મૃત્યું થયું હતું. પરિવારજનોએ દર્દીના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરોએ આપેલા અલગ અલગ જવાબને લઇને મહિલા આક્રોશમાં આવી ગઇ હતી. સારવાર હેઠળ દર્દીને ડોક્ટરે આપેલા જવાબ અંગે સ્વજને આક્રંદ ઠાલવતા કહ્યું કે, ‘આને ડોક્ટરી ના કહેવાય, સાહેબ’

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોરોનાની બીજી વેવ આક્રમક રીતે લોકોને સંક્રમીત કરી રહી છે. હવે સ્થિતી એવી છે કે, કોરોના દર્દીઓએ હોસ્પિટલમાં એડમીશન લેવા માટે અને મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. તેવા સમયે ગોત્રી હોસ્પિટલમાંથી એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી મહિલાનું મૃત્યુ થતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને ડોક્ટરો દ્વારા દર્દીના સ્વાસ્થ્ય અંગે આપવામાં આવતા અલગ અલગ જવાબોને લઇને પોતાનો આક્રંદ વ્યક્ત કર્યો હતો. એક જાગૃત નાગરીકે એસએસજી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ મચાવેલા હોબાળાનો વિડીયો watchgujarat.com સુધી પહોંચાડ્યો હતો.

વિડીયોમાં જોઇ શકાય છે કે, મહિલાના સ્વજનના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો દ્વારા અલગ અલગ જવાબો આપવામાં આવતા હતા. તથા મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર હેઠળ મારી માતા પાણી પીવા માટે ઇશારો કરતી હતી. પરંતુ તેને કોઇએ પાણી આપ્યું ન હતું. ડોક્ટરો દ્વારા અલગ અલગ જવાબ મામલે આક્રંદ વ્યક્ત કર્યો હતો. અને સારવાર હેઠળ દર્દી સાથે તબિબોએ કરેલા વ્યવહાર બાદ મહિલાએ જણાવ્યું કે, આને ડોક્ટરી ના કહેવાય, સાહેબ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud