• તબિબના પિતાનો દેહ મેળવવા માટે 10 થી વધુ વખત હોસ્પિટલમાં જઇ આવ્યા પરંતુ કોઇ પરિણામ ન આવ્યું
  • એસએસજી હોસ્પિટલના ડો. રંજન ઐયરે માણસોની અછત હોવાનું મિડીયા સમક્ષ સ્વિકાર્યું
  • ઓએસડી ડો. વિનોદ રાવે દર્દીના પરિજનોને સાંભળી તાત્કાલિક જરૂરી સુચન આપી સમસ્યાનું સમાઘાન લાવવાના પ્રયાસો તેજ કર્યા

WatchGujarat. શહેરમાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેરની સુવિધા તૈયાર કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી અગવડના અનેક કિસ્સાઓ અગાઉ પ્રકાશમાં આવી ચુક્યા છે. પરંતુ આજે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનું મૃત્યુ થયાના 6 કલાક બાદ પણ તેને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો. જેને લઇને હોસ્પિટલની કામગીરીને લઇને લોકોએ મિડીયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

તબિબે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પિતાને કોરોના થતા તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આજે સવારે 10 વાગ્યે તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યાર બાદથી લઇને તેમના મૃતદેહને લેવા માટે અમે હોસ્પિટલની બહાર રાહ જોઇ રહ્યા છીએ. પરંતુ અમને મૃતદેહ આપવામાં આવી રહ્યો નથી. હું પીપીઇ કીટ પહેરીને અત્યાર સુધીમાં 10 થી વધુ વખત હોસ્પિટલમાં જઇને આવ્યો છું. અને મારા પિતાનો દેહ સોંપવા માટે આજીજી કરી છે. પરંતુ કોઇને કોઇ કારણોસર તે લોકો કામ નથી કરી રહ્યા. અને કોઇ સરખો જવાબ પણ નથી આપતું. હું પોતે જયપુર યુનિવર્સિટીમાંથી ડોક્ટર છું અને ક્લિનીક ચલાવું છું. એસએસજી હોસ્પિટલમાં આજે મને ખરાબ અનુભવ થયો હતો.

એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયર

બપોરે એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. અને તેમને જલ્દીથી દેહ સોંપાય તેવી કામગીરી કરવાની બાંહેધારી આપી હતી. ડો. રંજન ઐયરે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, એસએસજી હોસ્પિટલમાં લોકોને અલગ અલગ જવાબદારીની ફાળવણી કરવામાં આવી છે. અત્યારે માણસોની અછત છે. અને આ અંગે આઉટસોર્સીંગ કરતી કંપનીને જાણ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોઇ પણ વ્યક્તિનું મોત થયા બાદ તેના જરૂરી કાગળીયા કરવામાં આવે છે. અને કોવિડના પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ગુરૂવારે એસએસજી હોસ્પિટલની મુલાકાતે ઓએસડી ડો. વિનોદ રાવ પણ આવ્યા હતા. મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના પરિવારજનોએ તેમને પડતી મુશ્કેલીઓની જાણકારી ડો. વિનોદ રાવ સમક્ષ વર્ણવી હતી. ડો. વિનોદ રાવે સમગ્ર મામલે ડો. રંજન ઐયરને તાત્કાલિક પગલા લેવા સુચન કર્યું હતું. અને રાત્રે વધુ એક વખત તેઓ હોસ્પિટલની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud