• એસએસજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પડતી અગવડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા
  • તાજેતરમાં સોશિયલ મિડીયા પર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો
  • યુવકે વિડીયોમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, તેની સારવાર થઇ રહી નથી
  • એસએસજી હોસ્પિટલમાં સારી સુવિધા પરંતુ ગેરવહીવટના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Watchgujarat. શહેરમાં સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અને અનેક વખત તંત્રની બેદરકારીની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં એસએસજી હોસ્પિટલમાં દાખલ દર્દીએ વિડીયો બનાવી કહ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હજી સુધી કોઇ ટ્રીટમેન્ટ ચાલુ કરી નથી. જેને લઇને વધુ એક વખત હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી સપાટી પર આવી હતી.

એસએસજી હોસ્પિટલમાં ચાલતા ગેરવહીવટના અનેક મામલાઓ સપાટી પર આવ્યા હતા. પરંતુ તાજેતરમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં દર્દી યુવક આક્ષેપ કરતા જણાવે છે કે, મને ગઇ કાલે રાતનો સયાજી હોસ્પિટલમાં એડમીટ કર્યો છે. મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હજી સુધી કોઇ ટ્રીટમેન્ટ ચાલુ કરી નથી. ગઇ કાલે રાત્રે 11 વાગ્યાનો આવ્યો છું. ત્યારે બીજા દિવસના 2 વાગ્યા છે. તો પણ કોઇ પણ જાતની મને સારવાર મળી નથી. યુવક દ્વારા બનાવવામાં આવેલો વિડીયો 25 સેકન્ડનો છે. જેમાં તે પોતાની વ્યથા રજુ કરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તથા મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેવા સમયે લોકોની સુવિધામાં વધારો કરવાની જગ્યાએ દિવસેને દિવસે નવી અગવડની માહિતી બહાર આવી રહી છે. જેને લઇને તંત્ર દ્વારા લોકોની સમસ્યાને મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું જોવા મળી રહ્યું છે.

આજે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનું મોત થતા 6 કલાક બાદ પણ તેમના પરિવારજનોને દેહ આપવામાં આવ્યો ન હોવાની ઘટના સામે આવી હતી. સરકાર દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે ખુબ જ સારી સુવિધા તૈયાર કરવામાં આવી છે. પરંતું વહીવટના અભાવે દર્દીઓને જોઇએ તેવી સુવિધા મળી શકતી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud