• કોરોના દર્દીઓની સારવારમાં ઓક્સિજનની અછતની સમસ્યા નિવારવા માટે કરાયેલી પહેલ.

Watch Gujarat. સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડનાં કોરોના દર્દીઓની સારવારમાં સહાયરૂપ બને તેવાં આશય સાથે ‘FRIENDS FROM – CANADA’ કરૂણા ગ્રૂપ દ્વારા 10 ઓક્સિજન કોન્સ્ટ્રેટર દાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓક્સિજન કોન્સ્ટ્રેટર કોરોના દર્દીઓની સારવારમાં સહાયરૂપ બની રહે છે.

કોરોનાની ગંભીર સ્થિતિમાં સંસ્થાઓ – વ્યક્તિઓ પોતાનાથી બનતી યથાયોગ્ય સહાય પૂરી પાડી રહ્યાં છે. હાલના સંજોગોમાં દર્દીઓની સારવારમાં ઓક્સિજનની અછતની ખૂબ બૂમરાણ મચી રહી છે. આવા સંજોગોમાં ‘FRIENDS FROM – CANADA’ કરુણા ગ્રૂપ દ્વારા સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન અછતની સમસ્યાને નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

‘FRIENDS FROM – CANADA’ કરુણા ગ્રૂપ દ્વારા 65 હજારની કિંમતના 1 એવાં 10 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સયાજી હોસ્પિટલને દાન કરવામાં આવ્યા છે. ઓક્સિજન કોન્સ્ટ્રેટર કોરોના દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સયાજી હોસ્પિટલ દ્વારા ‘FRIENDS FROM – CANADA’ કરુણા ગ્રૂપનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud