• વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને આપવામાં આવતા જમવાનાને લઇને અગાઉ અનેક વખત બુમો ઉઠી હતી
  • દર્દીના સગા દ્વારા મોકલવામાં આવતું જમવાનું તેમના સુધી નહી પહોંચતું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી
  • જમવાની ફરિયાદો મળતા તાજેતરમાં એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રંજન ઐયર જાતે ચકાસણી કરવા પહોંચ્યા હતા

Watchgujarat. શહેરમાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે સૌથી મોટી ડેડીકેટેડ કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી છે. પરંતુ અવાર નવાર એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના આપવામાં આવતા જમવાનાની બુમો ઉઠતી હોય છે. ત્યારે ગતરોજ એસએસજી હોસ્પિટલના એક ખુણામાં દર્દીના ઘરે થી આવતા જમવાનાના ડબ્બા – ટીફીન જોવા મળ્યા હતા. આમ, સયાજી હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. અને સેન્ટરમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને આપવામાં આવતા જમવાનાને લઇને અગાઉ અનેક વખત બુમો ઉઠી હતી. જેને લઇને કેટલાક દર્દીના પરિવારજનો તેમને જમવાનું બહારથી મોકલાવવાનું પસંદ કરે છે. પરંતુ બહારથી મોકલવામાં આવતા જમવાનું અંદર દર્દીઓ સુધી નહિ પહોંચવાના  મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે.

એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગા તેમને જાતે જમવાના ટીફીન – ડબ્બા અંદર પહોંચાડી ન શકવાને કારણે કોઇની મદદ લે છે. પરંતુ દર્દીઓને બહારથી ટીફીન અથવા ડબ્બામાં મોકલવામાં આવતું જમવાનું તેમના સુધી પહોંચતું નથી. પરંતુ હોસ્પિટલની લોબીના એક ખુણે પડી રહે છે. આશ્ચર્યની વાત છે કે, દર્દીઓને મોકલવામાં આવતા જમવાના પર તેમનું નામ પણ લખ્યું છે. પરંતુ તે તેમના સુધી પહોંચી શકતું નથી. અથવાતો મુકી રાખવામાં આવે છે.  જેને લઇને દર્દીના સગા પણ મુંજવણ અનુભવે છે કે અહિંયાથી અમેતો જમવાનું મોકલી આપીએ છીએ. પરંતુ અંદર કેમ નથી પહોંચતું. જો કે, હવે સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવતા એસએસજી હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. એસએસજી હોસ્પિટલના વહીવટમાં ચાલતી આ પ્રકારની ખામીઓ સત્વરે દુર કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને આપવામાં આવતા જમવાનાને લઇને અનેક ફરિયાદો ઉઠી હતી. ફરિયાદો એસએસજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રંજન ઐયર સુધી પહોંચી હતી. જેને લઇને થોડાક દિવસો પહેલા તેઓ જાતે જ દર્દીઓને આપવામાં આવતા જમવાનાની ગુણવત્તા ચકાસવા પહોંચ્યા હતા. અને જાતે જ જમીને ગુણવત્તાની ખાતરી પણ કરી હતી. તથા પોતે જમ્યા બાદ દર્દીઓને આપવાનું ભોજન સ્વાદીષ્ટ હોવાનો મત પણ તેમણે પ્રગટ કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud