• સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-1 માં 7 થી વધુ ટેન્ટ ગેરકાયદેસર ઉભા કરાતા કેવડિયા રેન્જ ફોરેસ્ટરે નોટિસ ફટકારી
  • અવૈધ ટેન્ટના નિર્માણ માટે સાગ, ખાખરાના 1.293 ઘનમીટર વૃક્ષો કાપી જમીન પચાવી પાડવાનું તોહમતનામુ
  • કેવડિયા રેન્જ ફોરેસ્ટ કચેરીમાં 28 મે એ MD દીવાનસુ અગ્રવાલને હાજર થવા ફરમાન
  • સરકારી જમીન લેન્ડગ્રેબિંગ, વૃક્ષો છેદન સહિતના આરોપો સાથે નોટિસ

WatchGujarat. SOU કેવડિયા ટેન્ટસિટી 1 માં અમદાવાદ શિવાલીક રોડ સ્થિત લલ્લુજી એન્ડ સન્સને ગેરકાયદેસર 7 થી વધુ ટેન્ટ ઉભા કરી 1.293 ઘનમીટર સાગ અને ખાખરાના વૃક્ષોના છેદનમાં કેવડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે MD દીવાનસુ અગ્રવાલને સમન્સ નોટિસ ફટકારી 28 મે એ કચેરીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. સરકારી જમીન પચાવી પાડવા બદલ લેન્ડ ગ્રેબિંગનું પણ તોહમતનામુ કરાયું છે.

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ 2018 માં લોકાર્પણ થયું ત્યારે ડેમ વિસ્તારમાં તળાવ 1 પાસે ટેન્ટસીટી -1અને તળાવ નંબર 3 પાસે ટેન્ટસીટી-2 બનાવવામાં આવી હતી. બાદમાં ટેન્ટસીટી-1 અમદાવાદ રાજપથ રોડ પર આવેલ લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા સંચાલનમાં લઈ નવેસરથી એકદમ સુવિધા સજ્જ બનાવવામાં આવી હતી.

SOU ટેન્ટસિટી 1 માં પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી માટે રાજ દરબારી બુલેટપ્રુફ ટેન્ટ પણ બનાવવા માં આવ્યો છે. જોકે  7 ટેન્ટ નિયમ વિરુદ્ધ વધુ બનાવી દીધા જે અંગે આજે વિવાદ ઉભો થયો છે.

કેવડિયા વન વિભાગ રેંજ દ્વારા લલ્લુજી એન્ડ સન્સ કંપનીના MD દીવાનસુ અગ્રવાલને સમન્સ ફટકારવામાં આવતા ચકચાર મચી છે. જે સમન્સ (નોટિસ)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા જે જમીન ફાળવવામાં આવી હતી તેમસ જેટલા ટેન્ટ બનાવવા જોઈએ તેના કરતાં બાજુની વધુ જમીન ગેરકાયદે રોકી લેવામાં આવી હતી.

આ સરકારી જમીન ઉપર આવેલા સાગ અને ખાખરના અનામત વૃક્ષો વન વિભાગની કોઈપણ મંજૂરી લીધા વગર કાપી નાખ્યા હતા. જેમાં 7 જેટલા વધુ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

જે એકદમ ગેરકાયદેસર હોય વન વિભાગે ભારતીય અધિનીયમ 26(1)ક મુજબ જંગલ સાફ કરવું, અનામત વૃક્ષો કાપવા, વન્ય જીવોનું કુદરતી નિવસ્થાન નાસ કરવું અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગુના કરેલ હોવાનો સમન્સ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે. લલ્લુજી એન્ડ સન્સના MD અગ્રવાલને આ અંગેના જરૂરી જવાબ, જરૂરી પુરાવા લઈ ને 28 મે ના કેવડિયા રેંજ ઓફિસે હાજર રહેવા ફરમાન કરાયું છે.

રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી સહિતનું ટેન્ટસિટીમાં રોકાણ

2019 માં બનેલ આ ટેન્ટસીટી 1 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રિ રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુ સ્પીકર ઓમ બિરલા સહિત અનેક દિગગજો રહી ચૂક્યા છે. હાલ આ ભૂલ વન વિભાગ દ્વારા પકડી જેની તાપસ પાછળ કોઈ મોટું સસ્પેન્સ લાગી રહ્યું છે. ત્યારે આ સમન્સ બાદ લલ્લુજી એન્ડ સન્સ જરૂરી ખુલાસો રજૂ કરે છે કે વન વિભાગ પર દબાણ આવશે, વન વિભાગ આ 7 ટેન્ટ તોડાવશે એ જોવું રહ્યું.

વન્યજીવ અધિનીયમ ૧૯૭૨ ની કલમ 2 ( 5 ) તથા 2 ( 16 ) ગ હેઠળ પણ ટેન્ટસિટી-1 ના MD સામે ગાજ

કોઇ પણ વન્યપ્રાણીઓનું કુદરતી નિવાસ્થાન નાશ કરવું , નુકશાન કરવું . તથા સરીસૃપ પ્રાણીના રહેઠાણને તેમજ પક્ષીના માળાને શ્રમ છેદન કરી પીખી નાખવાની કામગીરી ટેન્ટસિટી-1 માં ગેરકાયદે વધારાના 7 ટેન્ટ બનાવી કરાઈ છે. વનવિભાગ દ્વારા અનુસુચી I , II , III , IV માં આવતા વન્યજીવનાં રહેઠાણને નાશ કરવો. આ સાથે અનામત વૃક્ષો તેમજ બિનઅનામત વૃક્ષો કોઇપણ જાતની પરવાનગી વગર વૃક્ષ છેદન કરેલ છે તેની યાદી સાથે સમન્સ પાઠવાયું છે.

ગુજરાત લેન્ડ ગેબીંગ ( જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ) વટહુકમ 2020 ની કલમ નં . 3 ની પેટા કલમ -1 અને 2 હેઠળ તપાસ કરવી જરૂરી હોય દરનાવેજી રેકર્ડ સાથે લલ્લુજી એન્ડ સન્સના MD ને હાજર રહેવા નોટિસથી ફરમાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud