• અગાપ્રતાપનગર-કેવડિયા 2 મેમુ ટ્રેન અનિશ્ચિત સમય માટે રદ કરી દેવાઈ હતી
  • બન્ને જનશતાબ્દી પણ સોમવારે કેન્સલ કરાઈ હતી
  • વધતા કોરોના કેસ, લોકડાઉન અને કરફ્યુને લઈ SOU ટ્રેનોને પ્રવાસી મળી રહ્યા નથી

Watchgujarat.  ગુજરાત સાથે દેશમાં વધતા કોરોનાના સંક્રમણની અસર તમામ ક્ષેત્ર, સરકાર, લોકો, વેપાર-ધંધા સાથે રેલવેને પણ પડી રહી છે. ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે લોકડાઉન તેમજ કરફ્યુની સ્થિતિમાં શુક્રવારથી રેલવે એ SOU માટે દોડતી 2 જનશતાબ્દીના 10-10 કોચ કાપી નાખ્યા છે. હવે આ ટ્રેન માત્ર 6 કોચ સાથે દોડશે.

વિશ્વ વિરાટ કેવડિયા સ્થિત SOU કોરોના મહામારી અને વધતા કેસો વચ્ચે પણ ખુલ્લું હોવાનો નર્મદા જિલ્લાની પ્રજા તેમજ કોંગ્રેસે માર્ચ અને એપ્રિલના પ્રારંભે વિરોધ ઉઠાવ્યો હતો. રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં પણ વધતા કેસોને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આવતા પ્રવાસીઓ માટે અંતમાં RT-PCR નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરાયો હતો.

જોકે એપ્રિલ મહિનો આગળ વધતા કોરોના કેસો તેમજ મૃત્યુ વધતા રેલવે તંત્રને પ્રતાપનગર-કેવડિયા વચ્ચે દોડતી 2 મેમુ ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ કરી દેવાની ફરજ પડી હતી. જે બાદ વિસ્ટાડોમ વાળી અમદાવાદ-કેવડિયા દૈનિક દોડતી 2 જનશતાબ્દી ટ્રેન ને પણ દર સોમવારે રદ કરવામાં આવી હતી. સોમવારે રૂટિન મેઇન્ટેન્સ માટે SOU પ્રવાસીઓ માટે બંધ રહે છે, જેને લઈ બન્ને જનશતાબ્દી ટ્રેનોને મુસાફરો મળતા ન હતા.

હવે આજે 30 એપ્રિલ થી રેલવેએ અમદાવાદ-કેવડિયા SOU જનશતાબ્દી સ્પેશિયલ 6 કોચ સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ 2021 થી ટ્રેન નંબર 09247/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ અને 09249/09250 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોના અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા છે.

શૂક્રવારથી આ ટ્રેનોમાં 1 એસી ચેર કાર, 1 વિસ્ટાડોમ, 1 એક્ઝિક્યુટિવ ચેર કાર તથા 1 સેકંડ સીટિંગ કોચ અને પાવર કાર તથા લગેજ વાન સહિત કુલ 6 કોચ રહેશે. આ અગાઉ આ ટ્રેન 16 કોચ સાથે ચલાવવામાં આવતી હતી. હવે 6 કોચથી દોડાવવામાં આવનાર આ ટ્રેનમાં મુસાફરો માટે તો 4 કોચ છે અન્ય 2 કોચ લગેજ અને પાવર કારના છે. જો કોરોનાની સ્થિતિ આગામી દિવસોમાં ન સુધરે તો 4 પેસેન્જર ટ્રેન સાથે ચલાવવામાં આવનાર જન શતાબ્દી ની ફ્રિકવનસી ઘટાડવાનો કે તેને હંગામી બંધ કરવાની પણ નોબત ઉભી થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud