પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઉડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર (મિકેનિકલ બર્ડ) કહેવામાં આવે છે
પહેલાં ગરુડ પક્ષી ની શારીરિક સંરચના ને ધ્યાનમાં લઈને ડિઝાઇન ઉપર ખૂબ મહેનત કરવામાં આવી – કેપ્ટન ઉમંગ જાની
આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ જાસૂસી જેવા સૈન્ય હેતુ માટે, જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થાય છે – વિનય દરજી
WatchGujarat. એસવીઆઈટી-વાસદ કોલેજ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સવિશેષ જાણીતું છે. અહીંના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિનય દરજી, ધ્રુહિલસિંહ રાજપૂત તથા દિવ્યરાજસિંહની ટીમે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પક્ષીની જેમ પાંખો ફેલાવીને ઊડતું એક પક્ષી (વિમાન) તૈયાર કર્યું છે. આ કાર્યમાં એરોનોટિકલ ડિપાર્ટમેન્ટના આસિ. પ્રો.ધ્રુવિન શાહ તથા કેપ્ટન ઉમંગ જાનીએ તેમને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઉડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર (મિકેનિકલ બર્ડ) કહે છે. બર્ફીલા પ્રદેશોમાં વિશેષ જોવા મળતા ગરુડની કદ, કાઠી તથા શારીરિક સંરચના ને ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. તેની પાંખો નો ઘેરાવો ચાર ફૂટ, લંબાઈ ૨ ફૂટ અને વજન માત્ર 350 ગ્રામ રાખવામાં ખૂબ મહેનત કરવી પડી હતી. આ પક્ષી (વિમાન) 50 – 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઊડી શકે છે. તેની અંદર હાઈ રીઝોલ્યુશન વાળા કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે. તેને ઉડાવવા માટે ની શક્તિ લીથીયમ પોલીમર અધારિત બેટરી દ્વારા મળે છે.
શરીરનો મુખ્ય ભાગ (વચ્ચેની બોડી) અત્યંત હલકા એવા વિશેષ પ્રકારના પ્લાસ્ટિક થી બની છે. તેની પાંખો સહેલાઇથી મૂવમેન્ટ કરી શકે તે હેતુથી નાયલોન ફેબ્રિકની બનાવવામાં આવી છે. તથા આંતરિક માળખું કાર્બન ફાઇબર ની અત્યંત હલકી ટ્યુબો માંથી બનાવેલી છે. તેને ઉડવા માટે રન-વે ની જરૂર પડતી નથી. માત્ર હાથ થી હવામાન ઉપરની બાજુ આગળ તરફ ફેંકીને સરળતાથી હવામાં તરતી મૂકી શકાય છે. ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેની ઊંચાઈ અને ગતિ ને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય છે.
કેપ્ટન ઉમંગ જાની નું કહેવું છે કે, આની ઊડાન એક પક્ષી જેવીજ શાંત અને ઊંચી હોય છે આના માટે પહેલાં ગરુડ પક્ષી ની શારીરિક સંરચના ને ધ્યાનમાં લઈને ડિઝાઇન ઉપર ખૂબ મહેનત કરવામાં આવી છે.
આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો.ધ્રુવિન શાહ નું કહેવું છે કે, કુદરત અને આધુનિક વિજ્ઞાનનુ આ એક અદ્ભૂત સમન્વય છે. જેનો વિદ્યાર્થી વિનય દરજી અને તેની ટીમે ખૂબ સુંદર રીતે સાક્ષાત્કાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે સફળતા ના રૂપે તેમને તેમના પરિશ્રમનો ફળ મળ્યો છે.
વિનય દરજી નું કહેવું છે કે ધ્રુવીન શાહ અને ઉમંગ જાની સર તરફથી તેમની આઈડિયા થી લઈને પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યાં સુધી સતત પ્રોત્સાહન અને ટેકનીકલી શું ધ્યાનમાં રાખવાનું તે અંગેનું સંપૂર્ણ સહકાર મળ્યો છે અને કોલેજ SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી) સેલ તરફથી ફંડીગ પણ મળી જેના લીધે આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શક્યો છે. આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ જાસૂસી જેવા સૈન્ય હેતુ માટે, જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થાય છે.