• વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સુનામીમાં સંક્રમણ વધારે તેજ ગતીથી પ્રસરી રહ્યું છે
  • સુમનદીપ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફ સમજાવટ બાદ પણ પરત નહિ પડે તો તેમની સામે એપેડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી પણ થઇ શકે
  • મહામારી સમયે ફરજ પર આવવા આનાકાની કરવાની જગ્યાએ જવલ્લે જ મળતી તકને ઝડપી લેવી જોઇએ – ડો. શિતલ મિસ્ત્રી

WatchGujarat. ધીરજ હોસ્પિટલમાં સરકારી તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓને વધુ સારવાર આપવામાં આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સુમનદીપ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ કોવિડ કેરમાં ફરજ બજાવવા માટે હાજર નહિ થતા તંત્ર દ્વારા તમામ સામે કડક પગલા લેવાનુંનક્કી કરવામાં આવ્યું છે. અને જો વિદ્યાર્થીઓ ફરજ પર પરત નહિ ફરે તો સસ્પેન્ડ કરવા સુધીની ચીમકી પણ તંત્રએ ઉચ્ચારી હતી.

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં સંક્રમણ વધારે તેજ ગતીથી પ્રસરી રહ્યું છે. અને રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓ અને મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવા સમયે વડોદરામાં તંત્ર દ્વારા શહેરની સરકાર તથા ખાનગી હોસ્પિટલોમાં બેડની સુવિધા વધારવામાં આવી રહી છે. તેની સાથે વડોદરા નજીક આવેલી ધીરજ હોસ્પિટલ, પારૂલ હોસ્પિટલ, અને પાયોનીયર મેડીકલ કેમ્પસમાં બેડની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. તંત્રની બેડ વધારવાની ઝુંબેશ સામે હવે નવી સમસ્યા સામે આવી રહી છે.

પ્રાથમિક વિગતો પ્રમાણે, સુમનદીપ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ કોવિડ કેરમાં ફરજ પર આવ્યો નથી. જેને લઇને તંત્ર દ્વાર ફરજ પર નહિ આવેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. જો નર્સિંગ સ્ટાફ સમજાવટ બાદ પણ પરત નહિ પડે તો તેમની સામે એપેડેમીક એક્ટ અંતર્ગત કાર્યવાહી પણ થઇ શકે છે.

સમગ્ર મામડે કોરોના મામલે ઓએસડીના સલાહકાર અને કોર્પોરેટર ડો. શિતલ મિસ્ત્રીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ મહામાહી ચાલી રહી છે. ભવિષ્યમાં તૈયાર થનારા તબિબો માટે આ સૌથી મોટી શીખવાની તક છે. ક્રિટીકલ કેર અંતર્ગત આવતી તમામ સુવિધાઓને તબિબો શીખી શકે છે. આવા સમયે ફરજ પર આવવા આનાકાની કરવાની જગ્યાએ આ તકને ઝડપી લેવી જોઇએ. ભવિષ્યમાં જ્યારે તમે કોઇ જગ્યાએ કામ કરશો ત્યારે મહામારી સમયે કરેલા કામનો અનુભવ સદાય તમારી સાથે રહેશે. અને ભવિષ્યમાં અનેક પ્રકારે મદદરૂપ પણ થશે. જો કોઇ વિદ્યાર્થીને ફરત પર આવવાના આદેશ આપવામાં આવે અને તેમ છતાં તેઓ અનાદર કરે તો તેમની સામે કાર્યવાહી થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુમનદીપ વિદ્યાપીઠ ખાગની મેડીકલ કોલેજ છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, મોટી ફી ચુકવીને કોલેજમાં એડમીશન લેવાના વિદ્યાર્થીઓ અથવા તો તેમના માતા – પિતા કોવિડ કેરમાં ફરજ બજાવવા મામલે અસહમત હોય છે. જેને લઇને તેઓ તુરંત ફરજ પર હાજર થતા નથી. તંત્ર દ્વારા સ્થિતી થાળે પડે તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જો કે કેટલા વિદ્યાર્થીઓ ફરજ પર નથી ફર્યા તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud