- છેલ્લા કેટલાય વર્ષોથી સ્વેલજ વ્યાસ રાજેશ આયરે સાથે મળીને સામાજીક કાર્યોમાં સક્રિય હતો
- સ્વેજલ વ્યાસને ચાલુ વર્ષે યોજાનાર ચુંટણીમાં આરએસપીમાંથી ટીકીટ મળે તેવી આશા હતી
- ઓનલાઇન પેમેન્ટના જમાનામાં ત્રણ હજાર રૂપિયાના સિક્કા સાથે ફોર્મ ભરવા પહોંચેલા સ્વેજલ વ્યાસે રીટર્નીંગ ઓફિસરને અચરજમાં મુકી દીધા
WatchGujarat. વડોદરાના વોર્ડ નંબર 9 ના પુર્વ કાઉન્સિલર રાજેશ આયરે પેનલ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેને પગલે પુર્વ કાઉન્સિલર રાજેશ આયરે સાથે નિકટતા ધરાવતા સ્વેજલ વ્યાસ એકલો પડી ગયો હતો. સ્વેજલ વ્યાસને ભાજપ કોંગ્રેસમાંથી ટીકીમ ન મળતા આખરે તેણે એક રૂપિયાના ત્રણ હજાર સિક્કા જમા કરાવીનો અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.
રાજેશ આયરે દ્વારા ગત ટર્મમાં યોજાયેલી ચુંટણીમાં આરએસપી પાર્ટીમાંથી ઉમેદવારોની પેનલ સાથે ઉતર્યા હતા.અને જીત્યા હતા. ત્યાર બાદ તેમની સાથે નિકટતા ધરાવતા સ્વેજલ વ્યાસને ચાલુ વર્ષે યોજાનાર ચુંટણીમાં આરએસપીમાંથી ટીકીટ મળે તેવી આશા હતી. છેલ્લા કેટલાય વર્ષોથી સ્વેલજ વ્યાસ રાજેશ આયરે સાથે મળીને સામાજીક કાર્યોમાં સક્રિય હતો. પરંતુ રાજેશ ભાઇ આયરે તેમની પેનલ સાથે બીજેપીમાં જોડાતા સ્વેજલ વ્યાસના રાજકીય સ્વપ્ન ચકનાચુર થયું હતું. ત્યાર બાદ સ્વેજલ વ્યાસે રાજકીય આધાર ગુમાવી દીધો હોય તેવી સ્થિતીનું સર્જન થયું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ દ્વારા સ્વેજલ વ્યાસને ટીકીટ આપવામાં આવશે તેવી અટકળોએ સ્થાન લીધું હતું. જો કે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ દ્વારા ટીકીટ અંગે ફોડ ન પડાતા ફોર્મ ભરવાના આખરી દીને સ્વેજલ વ્યાસે વોર્ડ નંબર – 8 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવા માટે પહોંચેલા સ્વેજલ વ્યાસે ડીપોઝીટના પેટે ભરવાના ત્રણ હજાર રૂપિયા રૂ. 1 ના સિક્કા જમા કરાવ્યા હતા. ઓનલાઇન પેમેન્ટના જમાનામાં ત્રણ હજાર રૂપિયાના સિક્કા સાથે ફોર્મ ભરવા પહોંચેલા સ્વેજલ વ્યાસે રીટર્નીંગ ઓફિસરને અચરજમાં મુકી દીધા હતા.
હાલ ચુંટણીમાં લોકો સુધી પહોંચવા માટે સ્વેજલ વ્યાસ દ્વારા જમીન પર ચર્ચા જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.