જાંબુઆ બ્રીજ પર વધુ એક વખત સર્જાયો અકસ્માત
ટેન્કરની અડફેટે બાઇક સવાર પરિવાર વિખેરાયો
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, ચાલક અને ક્લીનર ટેન્કર મુકી ફરાર
WatchGujarat. જાંબુઆ નદી નજીક બાયપાસ હાઈવે પર ટેન્કર ચાલકે બાઈક સવાર દંપતી અને બાળકોને અડફેટે લીધા હતા. કમકમાટીભર્યા અકસ્માતમાં દંપતિ અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, સ્થાનિકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પીટલ મોકલી આપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં જાંબુઆ બ્રીજ પર અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. મંગળવારે સ્થળ પર વધુ એક વખત અકસ્માત સર્જાયો હતો. મૂળ મુઝાર ગામડી ના રહેવાસી નઝીર ભલાવત (35) અને તેમની પત્ની હસીના બાનું (33) તથા બે બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી મંગળવારે બપોરવા સમયે બાઇક પર પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા.
દરમિયાન ટેન્કર ચાલકે જાંબુઆ બ્રીજ પર બાઈકને અડફેટે લીધી હતી. ટેન્કરની ટક્કર વાગતા બાઇક પર સવાર એક જ પરિવારના સભ્યો રસ્તા પર ફંગોળાયા હતા. રસ્તા પર પટકાયેલા લેતા નઝીર ભલાવત,તેઓના પત્ની પર ટેન્કર ચઢી ગયું હતું. અને તેઓ કચડાયા હતા. તથા એક પુત્રનું ફંગોળાઇ ગયા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્રણેયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલાની જાણ થતા એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો પરિવારના એક પુત્રનો બચાવ થયો હતો. જેને ગંભીર હાલતમાં 108 મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ટેન્કર ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટેન્કર દોડાવી ભાગી ગયો હતો. અને વરણામાં નજીકની હોટલ પર ટેન્કર છોડી મુકી હતી. તથા ચાલક તેમજ ક્લીનર નાસી છુટ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માત સર્જનાર ટેન્કરને કબજે લઈને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.
More #Tanker #accident #bike #family #three #lost #life #on road #Vadodara News