• કોરોનાની બીજી ઘાતક વેવમાં વડોદરામાં એસએસજી હોસ્પિટલ, જીએમઇઆરએસ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, સહિત અનેક કોવિડ કેર હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા
  • કોરોનાની બીજી વેવમાં જ્યારે શહેરના હોસ્પિટલોમાં સૌથી વધારે દર્દીઓ દાખલ હતા ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા લીંબુ શરબત, જમવાનું, પીવાના પાણીની સેવા શરૂ કરી
  • જાતે આવીને લિંબુનું શરબત પી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી તેમના સુધી જઇને તેમને શરબત પીવડાવ્યું
  • નિરવ ઠક્કર ફુટપાથ પર રહેતા લોકો સુધી પહોંચીને તેમને માસ્ક, અને સેનેટાઇઝર આપ્યા હતા. અને તેનો ઉપયોગ કરવા સમજ આપી
  • છેલ્લા 40 દિવસથી શહેરની સેવામાં જોડાયેલું છે ટીમ રીવોલ્યુશન
  • જેમનુ કોઇ નથી તેવા લોકોની સેવા માટે શહેરના આ યુવાનો તત્પર રહે છે

 

WatchGujarat. રાજ્યમાં કોરોનાની બીજી વેવના સંક્રમણમાં આંશિક રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. મહામારીમાં લોકો પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને લોકોની સેવા કરે છે. ત્યારે વડોદરાની સેવાભાવી સંસ્થા ટીમ રિવોલ્યુનના અગ્રણી નિરવ ઠક્કર ફુટપાથ પર રહી જીવન ગુજારતા લોકોને સેનેટાઇઝર, માસ્કનું નિશુલ્ક વિતરણ અને વિટામીન સી થી ભરપુર લિંબુનું શરબત પીવડાવતા નજરે પડ્યા હતા.

કોરોનાની પ્રથમ વેવ વખતે લોકડાઉન લાગુ કરવાને કારણે અનેક પરિવારોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. તેવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા રાશન કીટ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી હતી. પરંતુ કોરોનાની બીજી વેવમાં અગાઉની સરખામણીએ ઓછા લોકો સેવા કાર્ય માટે આગળ આવ્યા હતા.

કોરોનાની બીજી ઘાતક વેવમાં વડોદરામાં એસએસજી હોસ્પિટલ, જીએમઇઆરએસ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ, સહિત અનેક કોવિડ કેર હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા હતા. તેવા સમયે હોસ્પિટલની બહાર દર્દીઓના સગા ભર ઉનાળે તાપમાં બેસી રહેવા માટે મજબુર બન્યા હતા. કોરોનાની બીજી વેવમાં જ્યારે શહેરના હોસ્પિટલોમાં સૌથી વધારે દર્દીઓ દાખલ હતા ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા એસએસજી હોસ્પિટલ, જીએમઇઆર એસ હોસ્પિટલ, તથા સમરસ કોવિડ કેર બહાર ઠંડા લિંબુના શરબતનું નિશુલ્ક વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઇને આજદિન સુધી ટીમ રીવોલ્યુશન દ્વારા સતત 40 દિવસથી ઇમ્યુનીટી વર્ધક વિટીમીન સી થી ભરપુર લિંબુના શરબતનું વિતરણ કરવામાં આવે છે. શરબત સાથે ટીમ રીવોલ્યુશન દ્વારા જમવાનું, પાણી, અને ચા ની પણ નિશુક્લ સેવા આપવામાં આવી રહી છે.

આજે ટીમ રીવોલ્યુશનના અગ્રણી નિરવ ઠક્કર ફુટપાથ પર રહી એકલવાયું જીવન ગુજારતા લોકો સુધી પહોંચ્યા હતા. જ્યારે લોકો સલામત અંતર રાખીને અન્યોને મદદ કરવાનું પસંદ કરે છે. તેવા સમયે નિરવ ઠક્કર ફુટપાથ પર રહેતા લોકો સુધી પહોંચીને તેમને માસ્ક, અને સેનેટાઇઝર આપ્યા હતા. અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેમ કરવો તેની સમજ આપી હતી. તથા તેઓ જાતે આવીને લિંબુનું શરબત પી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી તેમના સુધી જઇને તેમને શરબત પીવડાવ્યું હતું.

નિરવ ઠક્કરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજ સમય લોકોની ખરી સેવા કરવાનો છે. જ્યારે લોકો ઘરની બહાર નિકળતા ડરે છે. ત્યારે રસ્તા પર રહેતા લોકોનું ધ્યાન રાખવા માટે અમે આગળ આવ્યા છીએ. જે લોકો સુધી જમવાનું, માસ્ક, સેનેટાઇઝર નથી પહોંચી રહ્યા તેઓ સુધી પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધે લિંબુ શરબત પીધા બાદ કહ્યું કે, “આ પરિસ્થિતિમાં અમારી સામે જોવાનુ તો દુર કોઇ ઉભુ પણ નથી રહેતું, ભગવાન તમારૂ ભલુ કરે”.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

કોરોના કાળમાં ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના આગેવાનો દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. શહેરમાં નિશુલ્ક ભોજન આપવાથી લઇને શહેરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ તેમના અસ્થિ હરિદ્વાર પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવા સુધી વિવિધ સેવાકીય કાર્યો કર્યા હતા. ટીમ રીવોલ્યુશન દ્વારા અનેક સેવાભાવી લોકો સાથે મળીને કોરોનાની સારવારમાં જરૂરી ચીજ વસ્તુઓનું દાતાઓના સહારે ડોનેશન પણ આપ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud