• વડોદરા જિલ્લો ઈ- સંજીવની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં  મોખરે
  • વડોદરા જિલ્લાના કુલ ૧૧૪૪૭ નાગરિકોએ ઇ-સંજીવની કોલ કરી માર્ગદર્શન- સારવાર મેળવી
  • ૨૧૭૮ ટેલીમેડીસીન કોલ કરી તજજ્ઞ ડોક્ટરની સેવા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ કરાવી

Watchgujarat. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીનો સામનો કરી  રહ્યું છે,ત્યારે કોરોના સિવાયના અન્ય રોગ કે તકલીફ ધરાવતા લોકો માટે હોસ્પીટલમાં સારવાર અર્થે જવાનું મુશ્કેલ હતું. કોરોના કાળમાં સારવાર માટે દુર દુરથી સારવાર માટે લોકોને મોટા શહેરોમાં આવવાને કારણે સંક્રમિત થવાનું જોખમી હતું.આવા સમયે કોરોનાના કપરા કાળમાં સરકારની ઇ – સંજીવની સેવા નાગરિકો માટે સાચા અર્થમાં સંજીવની સમાન બની રહી છે.

વડોદરા જિલ્લો ઈ- સંજીવની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી મોખરે રહ્યો છે.માત્ર જૂન મહિના ની જ વાત કરીએ તો પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ વડોદરા જિલ્લો રાજયમાં પ્રથમ સ્થાને હતો. કોવિડના હોમ આઇસોલેશનના દર્દીઓ પણ ઘરે બેઠા જ તજજ્ઞ ડોક્ટરની સેવા લઇ શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦ થી ઇ-સંજીવની સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

ઇ-સંજીવની સેવાનો ઉપયોગ ક્ષેત્રિય આરોગ્ય કર્મચારીઓ કે દર્દી દ્વારા સીધો કરી શકાય છે. જે માટે તેઓએ તેમના સ્માર્ટ ફોનમાં ઇ-સંજીવની ઓપીડી એપ્લીકેશન (eSanjeevaniOPD-National Teleconsultation service) ડાઉન લોડ કરવાની થાય છે. જે એપ્લીકેશનમાં OTP દ્વારા રજીસ્ટર થઇ કન્સલ્ટેશન માટે ટોકન લઇ તજજ્ઞ તબીબની સેવાઓનો લાભ લઇ શકાય છે.

ઈ- સંજીવની મારફત જનરલ ઓપીડી, મેડીસીન, પીડીયાટ્રીક, ગાયનેક, ઓર્થોપેડીક જેવા રોગના તજજ્ઞો તેઓની સેવાઓ આપે છે. કન્સલ્ટેશન બાદ દર્દીને આપવામાં આવેલ પ્રિસ્ક્રીપ્શન દ્વારા દર્દી કોઇ પણ સરકારી દવાખાનામાંથી મફતમાં દવા મેળવી શકે છે.

વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા  આ સેવાઓ લોકો સુધી પહોંચાડવા કટીબધ્ધ છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે ઇ-સંજીવની કાર્યક્રમ હેઠળ તા. ૧૪ સપ્ટેમ્બરથી આજદિન સુધી વડોદરા જિલ્લાના કુલ ૧૧૪૪૭ નાગરિકોએ ઇ-સંજીવની કોલ કરી માર્ગદર્શન- સારવાર મેળવી છે.

ટેલી મેડીસિન સેવાઓમાં પણ વડોદરા અગ્રેસર

આ ઉપરાંત ટેલી મેડીસન સેવાઓમાં વડોદરા જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , હેલ્થ વેલનેશ સેન્ટર દ્વારા કુલ ૨૧૭૮ ટેલીમેડીસીન કોલ કરી તજજ્ઞ ડોક્ટરની સેવા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના નાગરિકોને સરકારની આ સેવાનો વધુને વધુ લાભ આપવા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.આરોગ્ય તંત્ર દ્વારા મહત્તમ લોકોને આ સેવાનો લાભ લેવા  અપીલ કરવામાં આવી છે.

ઇ-સંજીવની ઉપરાંત જિલ્લાના છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , સામુહિક આરોગ્ય કેન્દ્ર , હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના તબીબો નિષ્ણાંત તબીબોનું ઓનલાઇન કન્સલ્ટેશન દ્વારા માર્ગદર્શન મેળવી શકે તે માટે ટેલી-મેડીસીનની સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં કમ્યુનીટી હેલ્થ ઓફિસર કે મેડીકલ ઓફિસર દ્વારા તેઓની ઓ.પી.ડી.માં આવેલ વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે ડોક્ટર ટુ ડોક્ટર કોલ કરી દર્દીઓને આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તજજ્ઞોની સેવાઓ પુરી પાડે છે. આ સેવા પણ સ્થાનિક સ્તરે દર્દીઓને સઘન સારવાર આપવામાં ખૂબ ઉપયોગી બની રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud