Tent City સંચાલક લલ્લુજી એન્ડ સન્સે 4200 ચો.મી. માં અનઅધિકૃત કબજો કરી નવીન 16 ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું કરેલું બાંધકામ તોડવાનો વારો
ગોચરની જમીનમાં ગેરકાયદે કબજો અને નવા બાંધકામને તાત્કાલિક દૂર કરવા ગરૂડેશ્વર મામલતદારે ગુરૂવારે જ ગાજ વરસાવી હતી
શનિવારે 11 કલાકે મામલતદાર સમક્ષ MD દીપાન્સુ અગ્રવાલે સતત બીજા દિવસે કેવડીયામાં આપવી પડશે હાજરી
WatchGujarat. Statue of Unity ટેન્ટ સિટી 1 માં વધુ આવક રળી લેવાની લ્હાયમાં સંચાલક લલ્લુજી & સન્સ દ્વારા સરકારી જમીન અને જંગલ પર કબજો કરી લેવાયો હતો. વનવિભાગના સમન્સમાં શુક્રવારે હાજરી આપ્યા બાદ શનિવારે મામલતદાર સમક્ષ ફરીથી હાજર થવાનું હોય સરકારી તવાઈથી અનઅધિકૃત બાંધકામ અને દબાણ તોડી પાડવાનું શરૂ કરી દેવાયું છે.
SOU ટેન્ટસિટીના સંચાલક લલ્લુજી એન્ડ સન્સના MD દીપાન્સુ અગ્રવાલને ગરૂડેશ્વર મામલતદારે ગોચરમાં ગેરકાયદે કબજો અને બાંધકામને તાત્કાલિક દૂર કરવા ગુરુવારે વધુ એક નોટિસ ફટકારી હતી. ગરૂડેશ્વર મામલતદારે લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્રારા SOU ટેન્ટસીટી-1 માં સરકારી ગૌચરણની જમીનમાં વધુ ટેન્ટ, સ્વિમિંગ પૂલનો ડેક, મુખ્ય દ્વારની સામે જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ સહિતના દબાણ અંગે નોટિસ ફટકારી હતી.
https://youtu.be/xAk2A6pWV-c
લલ્લુજી એન્ડ સન્સને તાત્કાલિક સ્વ ખર્ચે અને જોખમે અનઅધિકૃત કબજો દૂર કરવાના હૂકમના 17 કલાકમાં જ સરકારી તવાઈ સામે ગેરકાયદેસર બિનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા તોડફોડ શુકવારે સવારથી જ શરૂ કરી દેવાઈ હતી.
ADTG ઓથોરિટી અધિક કલેકટર, એડમીનીસ્ટ્રેટર, મામલતદાર, વન અધિક્ષક કેવડીયા, DIRL ની સંયુકત તપાસણીમાં લલ્લુજી & સન્સ દ્વારા 4200 ચો.મી. જમીનમાં અનઅધિકૃત કબ્જો કરી વધારાનું ગેરકાયદેસર બાંધકામ તળાવ કિનારે કરી દેવાયું હતું. જેમાં નવીન 16 ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું બાંધકામ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
ઉપરાંત ટેન્ટ સીટી-1 ના માં મુખ્ય દ્વારની સામેના ભાગમાં જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કીંગ તરીકે કોઈપણ જાતની પરવાનગી વગર ઉપયોગ કરાતો હતો. ટેન્ટસિટી-1 માં સરકારી તવાઈ બાદ 4200 ચો.મી. કરાયેલ દબાણ અને ગેરકાયદે 16 ટેન્ટ સહિતનું બાંધકામ શુક્રવારથી લલ્લુજી એન્ડ સન્સને તોડવાની ફરજ પડી હતી.
નફાકીય હેતુસર સરકારી જમીન પચાવી પાડવાના ઉદ્દેશ્યથી કોઈ પણ મંજૂરી વગર બીનખેતી કૃત્ય કર્યું હોવાથી ટેન્ટસીટી-1નાં માલિકો તથા વહીવટકર્તાઓ સામે દંડનીય કાર્યવાહી તથા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી, તે માટે જરૂરી આધાર પૂરાવા સહિત 29 મે શનિવારે સવારે 11 કલાકે મામલતદાર, ગરૂડેશ્વર સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે.