તાળુ મારીને ઘર માલિક બહાર ગયા તો ચોરો ત્રાટક્યા
ચોર ઘૂસ્યાની જાણ થતા ઘરની મહિલાએ તેમના પતિને જાણ કરી
પતિએ આસપાસના લોકોને ફોન કરી એકત્રિત કર્યા
લોકો એકઠા થઇને ચોરોને ઘેરી લીધા
ચોરોએ ચાલાકી વાપરીને લોકો પર પથ્થર મારો શરૂ કર્યો અને તેની આડમાં નાસી છુટ્યા
WatchGujarat. વડોદરા સમા સાવલી રોડ પર મધરાતે ત્રાટકેલી ચડ્ડી બંડીધારી ટોળકી અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ થતા ટોળકી પથ્થરમારો કરીને ફરાર થઈ ગઈ હતી. વાતની જાણ થતા હરણી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને લુંટારૂઓને પકડી પાડવા માટે ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ બંગ્લોઝમાં રહેતા હિતેશભાઈ મકવાણા ના મકાનમાં નીચે રહેતા તેમના ભાઈ રાજેશ અને પરિવારજનો ગઇરાત્રે મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન રાત્રે સાડા ત્રણેક વાગે નીચે અવાજ આવતા તેમના પત્નીએ લોબીમાં તપાસ કરતા એક ચોર નજરે પડ્યો હતો. જેથી તેણે હિતેષભાઇને જાણ કરી હતી.
ઘરમાં ચોર ઘૂસ્યા હોવાની વાતનો અંદાજો આવી જતા હિતેશભાઈએ આસપાસના રહીશોને ફોન કરી ઉઠાડ્યા હતા અને નીચેના મકાનમાં ચોર આવ્યા છે તેમ જાણ કરી હતી. અને ત્યાર બાદ સોસાયટીના લોકોએ એકત્રિત થવાનું શરૂ કરી દીધું હતું. અને ચોરોને ઘેરી લીધા હતા. દરમિયાનમાં ચડ્ડી બંડીધારી ટોળકીના ચાર સાગરિતો મકાનમાંથી નીકળ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારો કરાતા તુષારભાઈ દરજીને માથામાં ઇજા થઇ હતી. પથ્થરમારાની આડમાં કરતી ટોળકી સોસાયટીની કમ્પાઉન્ડ વોલ કૂદીને ફરાર થઈ ગઈ હતી.
સમગ્ર મામલે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ લૂંટારાઓનો પત્તો લાગ્યો ન હતો. તપાસ કરતા લૂંટારાઓ રાજેશભાઈના મકાનમાંથી તેમની બાળકીએ ભેગા કરેલા રૂ 3,000 તેમજ જુલેસ ભાવસારના મકાનમાંથી પણ ચીજ વસ્તુઓ ચોરી ગયા હોવાની જાણ થઈ છે. મામલો હરણી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. અને પોલીસે નાકાબંધી કરી લુંટારુઓની તપાસ હાથ ધરી છે