જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચેલેન્જ ફેંકતા ચોર
ગણતરીના સમયમાં એક જ જગ્યાએ બે વખત ચોરીની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલીંગની પોલ ખુલી
રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ
WatchGujarat. શનિવારે વહેલી સવારે કોયલી ખાતે આવેલી શિવમ રેસિડેન્સી માં વધુ એક વખત ચોરીનો બનાવ બન્યો છે. શિવમ રેસિડેન્સીમાં તાજેતરમાં 2 બાઈક ની ચોરીની ઘટના સામે આવી હતી. મામલે ચોર નો પત્તો હજુ પોલીસ ને મળ્યો નથી. ગણતરીના દિવસો બાદ સોસાયટીમાં ચોરીનો બીજો બનાવ રાત્રી કર્ફ્યુ દરમિયાન સામે આવતા પોલીસના પેટ્રોલીંગની કામગીરી પર ભારે સવાલ ઉઠી રહ્યા છે.
https://youtu.be/odc49ZNN3R0
છેલ્લા કેટલાય સમયમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. શહેરીજનો રાત્રે નિકળવાનું ટાળતા હોય છે. પરંતુ પોલીસ બંદોબસ્ત હોવા છત્તા ચોરો ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપતા સીસીટીવીમાં નજરે પડ્યા હતા. જેને કારણે પોલીસની રાત્રી કર્ફ્યુની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. વધુ એક વખત રાત્રી પેટ્રોલીંગની કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે.
શનિવારે વહેલી સવારે કોયલી પોલીસ ચોકી 200 મીટરના અંતરમાં આવેલ શિવમ રેસિડેન્સી માં ચોરીની ઘટના સામે આવી છે. સોસાયટીમાં વહેલી સવારે બિલ્લી પગે ઘુસેલા ચોરો હાથમાં હથિયાર લઇને ધુસ્યા હોવાનું સીસીટીવી ફુટેજમાં નજરે પડ્યા હતા. ચોરોએ 2 બાઈક સહિત એક ઘરફોડ કરી હતી. તથા શિવમ રેસિડેન્સી ના બંધ ઘર માંથી રોકડા 15 હજાર અને સોકેશ માં મુકેલ એન્ટિક વસ્તુ ની ચોરી કરી નાસી છુટ્યા હતા.
શિવમ રેસીડેન્સીમાં અગાઉ પણ ચોરીની ઘટના સામે આવી હતી. રાત્રી કર્ફ્યુ દરમિયાન ચોરી કરી હતી. ગણતરીના દિવસો બાદ પુન: એ જ જગ્યાએ ચોરી થતા પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા હતા.
અગાઉ વડોદરામાં થયેલી ચોરીનો ભેદ ખેડા પોલીસે ઉકેલ્યો
થોડા મહિના પહેલા એક સાથે 8 દુકાનો ના તાળા ચોરો એ તોડ્યા હતા અને લાખો નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોર ને પકડવા સ્થાનિક પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી હતી. અને ખેડા જિલ્લા માં એક ચોરી ના બનાવ માં પોલીસે ચોરોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન વડોદરામાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.