• ગત તા. 1 જાન્યુઆરીના રોજ બોરસદ ખાતે વૃદ્ધાના દાગીના લુંટી એક કિશોર અને યુવક ફરાર થઇ ગયા હતા
  • વૃદ્ધાને વાતોમાં ઉલજાવી બન્ને ગઠીયાઓએ લુંટી ચલાવી હતી.
  • બોરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ વારસિયા પોલીસે ઉકેલી કાઢ્યો

WatchGujarat. બોરસદ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 1 જાન્યુઆરીના રોજ વૃદ્ધાના દાગીના લુંટી લીધા હોવાની ફરીયાદ નોંધાઇ હતી. બન્ને લુંટારૂ દાગીના લુંટી વડોદરા ખાતે વેચવા માટે ફરી રહ્યાં હતા. દરમિયાન વારસિયા પોલીસને બાતમી મળતા જ વૃદ્ધાને લુંટનાર એક કિશોર અને યુવકને દબોચી લેવામાં આવ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે, બોરસદ સ્થિત વાવડી મહોલ્લામાં રહેતા 67 વર્ષીય વૃદ્ધા ખરીદી કરવા માટે બહાર નિકળ્યાં હતા. દરમિયાન વિજય રાજુભાઇ મારવાડી અને તેના સગીર સાગરીતે વૃદ્ધાને ઉભા રાખી નોકરી માગવા બાબતે વાતોમાં ઉલજાવાનુ શરૂ કર્યું હતુ. વૃદ્ધા બન્નેની વાતો સાંભળી રહ્યાં હતા ત્યારે મોકો જોઇ ગઠીયાઓએ વૃદ્ધાએ પહેરેલી સોનાની ચેઇન અને કાનની બુટ્ટીઓ સેરવી લીધી હતી.

વૃદ્ધા કોઇ પ્રતિકાર આપે તે પહેલા જ બન્ને ગઠીયાઓ ફરાર થઇ ગયા હતા. જેથી આ મામલે બોરસદ પોલીસે ગુનો નોંધી ગઠીયાઓની શોધકોળ હાથ ધરી હતી. તેવામાં વૃદ્ધાના લુંટેલા દાગીના વેચવા માટે વિજય મારવાડી અને તેનો સગીર સાગરીત વડોદરા આવી પહોંચ્યાં હતા. જ્યાં વારસિયા વિસ્તારમાં સોનાની ચેઇન વેચવા માટે ફરી રહેલા શકમંદો અંગે પોલીસને જાણ થઇ હતી. જેના પરિણામે બન્નેની અટકાયત કરી પુછપરછ કરતા બોરસાદમાં ગત તા. 1 જાન્યુઆરીના રોજ થયેલી લુંટનો ભેદ ઉકેલાયો હતો.

વારસિયા પોલીસે આ મામલે બન્નેની ધરપકડ કરી સોનાની ચેઇન, કાનની બુટ્ટી સહીત કુલ રૂ. 1,29,570નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud