• મકરપુરા ડેપો પાછળ આવેલી પાલ્મ વીલા સોસાયટીના બંધ મકાનને તસ્કરી ટોળકીએ નિશાન બનાવી હતી.
  • પાડોશીને બાજુના ઘરમાંથી અવાજ આવતા એલર્ટ થયા
  • સોસાયટીના રહીશો એકઠા થતાં પોલીસ બોલાવી અને ચોર ટોળકી ઝડપાઇ
  • ત્રણેયના મોબાઇલની પોલીસે તપાસ કરતા અનેકો વખત બાંગલાદેશના નંબર પર ફોન થયાનું જાણવા મળ્યું હતુ

WatchGujarat. કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તેવામાં તસ્કર ટોળકી શહેરમાં સક્રીય બનતા એક બાદ એક ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહ્યાં છે. ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં મોડી રાત્રે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ. જો કે પાડોશીઓની સતર્કતાથી પોલીસ પહોંચતા ચોરો ઘરમાં એવી જગ્યાએ સંતાયા કે પોલીસ પણ જોઇને હેરાન થઇ હતી. #Vadodara

શહેરના મકરપુરા બસ ડેપો પાછળ આવેલી પાલ્મ વીલા સોસાયટીના એક બંધ મકાનમાં ગત મોડી રાત્રે ત્રણ તસ્કરો દરવાજો ખોલી ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી સોના ચાંદીના ઘરેણા, ઘડીયાળની ચોરી કરી હતી. દરમિયાન બંધ મકાનમાંથી અચાનક અવાજ આવતા પાડોશીઓ જાગી ગયા હતા. જેથી તેમણે બાજુના ઘરમાં નજર કરતા દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. #Vadodara

#Vadodara - ઘરમાં ચોરી કરવા તો પહોંચ્યા પણ પાડોશીઓની સર્તકતાથી પોલીસ આવતા એક માળીયામાં તો બીજો પેટી પલંગમાં ઘૂસી ગયો, જુઓ VIDEO

પાડોશીએ સર્તકતા દાખવી સોસાયટીના અન્ય રહીશોને જાણ કરતા લોકો ભેગા થયા હતા. જોકે ઘરમાં ઘૂસેલા ચોરો ભાગી ન જાય તે માટે દરવાજો લોકોએ બહારથી બંધ કરી પોલીસને જાણ કરી હતી. રાત્રી પેટ્રોલીંગ કરી રહેલી મકરપુરા પોલીસને બનાવ સંદર્ભે જાણ થતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં ત્રણ પૈકીનો એક ચોર હોશિયારી વાપરી પોલીસ સમક્ષ આવી ગયો હતો. જેથી તેના અન્ય સાગરીતો બચી જાય પરંતુ સોસાયટીના રહીશો અને પોલીસને શંકા જતા ઘરમાં તપાસ કરવામાં આવી હતી.

#Vadodara – ઘરમાં ચોરી કરવા તો પહોંચ્યા પણ પાડોશીઓની સર્તકતાથી પોલીસ આવતા એક માળીયામાં તો બીજો પેટી પલંગમાં ઘૂસી ગયો, જુઓ VIDEO

ઘરમાં તપાસ કરતા ત્રણ પૈકીનો બીજો ચોર પેટી પલંગની અંદર ગાદલા છુપાઇને બેઠેલો મળી આવ્યો હતો. જ્યારે ત્રીજો ચોર માળીયામાં આવેલા કબાટમાં સંતાઇને બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સોની પુછપરછ કરતા તેઓ બાંગલાદેશી ભાષા બોલવા માંડ્યા હતા. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

 

More #Early Morning #Thief people #Catch by #police #Vadodara #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud