હર્ષિલ લિંબાચીયા ઠગાઇ કરવા માટે પોતે મોટો વ્યક્તિ છે તેવો હાવ ઉભો કરતો હતો. અને ત્યાર બાદ સુનિયોજીત રીતે લોકોને ચુનો ચોપડતો
અનેક ફરિયાદ બાદ પણ પોલીસ સાથે ઘરોબો ધરાવતા અને ઠગાઇમાં ફાવટ આવી જતા હર્ષિલે બેખોફ બનીને નવા નવા જરૂરિયાત ધરાવતા લોકોને શિકાર બનાવવાનું ચાલુ રાખ્યું
ગુનાખોરી બેખોફ થઇને વધી રહી હોય તેવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે
હર્ષિલ સામે રાયોટીંગ, મારામારી, તથા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવણી સામે આવી હતી
WatchGujarat. શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજી વર્તતો તથા લાખો રૂપિયાની ઠગાઇના મામલામાં જેલની હવા ખાતા હર્ષિય લિંબાચીયાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. હર્ષિલ લિંબાચીયા પોતે મોટી ઓળખાણ ધરાવે છે અને લોકોના કામ કરી આપવામાં સક્ષમ છે તેવો દેખાવ કરીને અનેક લોકો સાથે ઠગાઇ કરી ચુક્યો છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો હર્ષિલ લિંબાચીયાની છેલ્લા લાંબા સમયથી ઠગાઇના અનેક પ્રકરણમાં સંડોવણી બહાર આવતી હતી. પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનનો પોતાનું ઘર સમજતો હર્ષિલ ઠગાઇ કરવા માટે પોતે મોટો વ્યક્તિ છે તેવો હાવ ઉભો કરતો હતો. અને ત્યાર બાદ સુનિયોજીત રીતે લોકોને ચુનો ચોપડતો હતો. હર્ષિલે મેડીકલ કોલેજમાં એડમીશન અપાવવાના બહાને તથા વિજ કંપનીમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ ગત વર્ષે નોંધવામાં આવી હતી. પરંતુ પોલીસ સાથે ઘરોબો ધરાવતા અને ઠગાઇમાં ફાવટ આવી જતા હર્ષિલે ઠગાઇગીરી ચાલુ જ રાખી હતી. અને બેખોફ બનીને નવા નવા જરૂરિયાત ધરાવતા લોકોને શિકાર બનાવતો હતો.
ગત વર્ષે વિજ કંપનીમાં નોકરી આપવાની લાલચે અન્ય શહેરના લોકો અને તેમના મિત્રો સાથે ઠગાઇ કરવામાં આવી હતી. નોકરી અંગે આબેહુબ કોલ લેટર બનાવી આપવામાં આવ્યો હતો. પરંતુ નોકરી નહિ મળતા લોકોએ હર્ષિલ પાસે પૈસા પરત માંગ્યા હતા. પૈસા આપવા માટે બોલાવીને હર્ષિલ તથા તેની ટોળકીના શખ્સોએ પૈસા લેવા માટે આવેલા લોકોને માર માર્યો હતો. સમગ્ર મામલે હર્ષિલ સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ તેની સામે એમબીબીએસમાં ગેરંટેડ એડમિશન અપાવવાનું જણાવીને લાખો રૂપિયા પડાવ્યા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્યાર સુધી હર્ષિલ સામે રાયોટીંગ, મારામારી, તથા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. આખરે તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસ સુત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે મહાઠગ હર્ષિલને પાસા કરી દેવામાં આવ્યા છે. પાસા હેઠળ હર્ષિલને ભુજની જેલમાં ધકેલી આપવામાં આવશે. ગુનાખોરી બેખોફ થઇને વધી રહી હોય તેવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય છે. બેખોફ બનીવે લોકોને ઠગતા હર્ષિલને પાસા થતા તેના જેવી ઠગાઇ કરતા લોકો હવે કોઇને શિકાર બનાવતા પહેલા વિચારે તેવી કાર્યવાહી કરવામાં આવી છે.