કોરોનાની વેક્સીનને લઇને હજી પણ અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એક તરફ ભારતમાં બનેલી વેક્સીન દુનિયાના અનેક દેશોમાં મોકલીને આંતર રાષ્ટ્રીય સંબંધો મજબુત કરવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. ત્યારે દેશમાં વેક્સીનને લઇને રહેલી આશંકાને પગલે લોકો વેક્સીન લેવા માટે આગળ આવતા ડરે છે. Watchgujarat.com એ વેક્સીનનો બીજો ડોઝ લઇ ચુકેલા Tricolour Hospitals ના ડોક્ટર્સ અને એચઆર એડમિનને કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા અંગેના અનુભવ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો

 વેક્સીનની કોઇ આડઅસર નથી. તમામ લોકોએ વેક્સીન લેવી જોઇએ 

 હું Tricolour Hospitals માં એચ. આર. એક્ઝીક્યુટીવ છું. મારા કામ પ્રમાણે મારે રોજ અનેક સ્ટાફ મેમ્બર્સના સંપર્કમાં આવવાનું હોય છે. તેવા સમયે કોરોનાથી બચવા માટે અને મારા સ્ટાફને પ્રેરણા આપવા માટે મેં પહેલી કોરોના વેક્સીન લીધી હતી. મેં વેક્સીના બે ડોઝ નિયત સમયે લીધા હતા. વેક્સીનને લઇને કોઇ પણ ફોરવર્ડેડ મેસેજ પર મેં ધ્યાન નથી આપ્યું. ડોક્ટરના માર્ગદર્શનમાં મેં કોરોનાની વેક્સીન લીધી છે. મારા ડિપાર્ટમેન્ટમાં કોઇને વેક્સીન લેવા માટે પ્રેરણા આપવા માટે મેં પહેલા જાતે જ વેક્સીન લીધી હતી. આમ થવાને કારણે મારા સાથીઓ પણ વેક્સીન લેવા માટે આગળ આવ્યા હતા. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા સમયે મેં અને મારા તમામ સાથીઓએ વેક્સીનના બીજો ડોઝ પણ લીધો હતો. વેક્સીનની કોઇ આડઅસર નથી. તમામ લોકોએ વેક્સીન લેવી જોઇએ –  ચાંદની પંડ્યા H.R. Executive (Tricolour Hospitals)

ચાંદની પંડ્યા , H.R. Executive (Tricolour Hospitals)

લોકોએ ગેરસમજને પોતાના ફેમીલી ડોક્ટર સાથે સમજીને તેને દુર કરવી જોઇએ

કોરોનાના શરૂઆતના સમયથી લઇને આજદિન સુધી હું કોવિડ – તથા અન્ય દર્દીઓની સેવામાં જોડાયેલો છું. કોરોનાની વેક્સીન સેફ છે. હું ડોક્ટર હોવાથી વેક્સીન વિશે વૈજ્ઞાનિક અભિગમ ધરાવું છું. વેક્સીન લેવાથી કોરોના સામેની આપણી લડાઇ વધુ મજબુત થશે અને આપણા દેશને કોરોનાથી જલ્દીથી મુક્તિ મળે તે દિશામાં આપણે આગળ વધીશું. કોરોનાને લઇને લોકોમાં અનેક પ્રકારની ગેરસમજ હોય છે. લોકોએ ગેરસમજને પોતાના ફેમીલી ડોક્ટર સાથે સમજીને તેને દુર કરવી જોઇએ. સોશિયલમ મિડિયામાંથી એકઠી કરેલી માહિતીના આધારે વેક્સીનની કાર્યક્ષમતા અંગે ખોટા સવાલો ઉભા કરવા એ યોગ્ય નથી. કોઇ પણ પ્રકારની ખોટી માહિતી મેળવવાથી અને તેને ફોરવર્ડ કરવાથી બચવું જોઇએ – ડો. ઉપમન્યુ મંડલોઇ – Medical Administrator (Tricolour Hospitals)

ડો. ઉપમન્યુ મંડલોઇ – Medical Administrator (Tricolour Hospitals)

વેક્સીન આવ્યા બાદ હવે કોરોનાથી જલ્દી છુટકારો મળશે, વેક્સીન સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું જરૂરી

આપણે શરૂઆતમાં કોરોનાનો કપરો કાળ જોયો છે. પરંતુ હવે સ્થિતી બદલાઇ છે. કોરોનાની વેક્સીન આવવાને કારણે હવે ચોક્કસ સ્ટ્રેઇન સામે બચી શકાશે. તમામ લોકોએ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા શિડ્યુલ પ્રમાણે કોરોનાની વેક્સીન લેવી જોઇએ. જેમ જેમ લોકો કોરોનાની વેક્સીન લેશે તેમ તેમ કોરોનાના કેસોમાં વધુ ઘટાડો જોવા મળશે. મહદઅંશે કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. કોરોનાની વેક્સીન આધુનિક વિજ્ઞાનની દેન છે. લોકોએ વિજ્ઞાન પર ભરોસો મુકવો જોઇએ. વેક્સીનની સાથે સાથે કોવિડ ગાઇડલાઇન્સ જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું તથા હાથ ધોવાનું પાલન કરવું જોઇએ. – ડો ઇન્દ્રજીતસિંગ , CEO  (Tricolour Hospitals)

ડો ઇન્દ્રજીતસિંગ , CEO  (Tricolour Hospitals)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud