• શહેરમાં કોરોના કેસો વધતા શાળા ટ્યુશન બંધ કરાવાયા
  • કોરોના કાળમાં સૌથી અસરગ્રસ્ત શિક્ષણ ક્ષેત્ર થયું
  • ટ્યુશન સંચાલકો દ્વારા ઓએસડી ડો. વિનોદ રાવને આવેદન પત્ર આપી પોતાની વ્યથા ઠાલવી

WatchGujarat. બરોડા એકેડમીક એસોસીએશનની આગેવાનીમાં ટ્યુશન સંચાલકોએ વડોદરાના ઓ.એસ.ડી ડૉ વિનોદ રાવને ક્લાસીસ બંધ કરવા મુદ્દે આક્રોશ દર્શાવી ઉગ્ર રજૂઆત કરી હતી. કોરોના કેસોમાં પ્રચંડ ઉછાળો આવતા તંત્ર હવે એક પછી એક આકરા નિર્ણય લઇ રહ્યું છે. તેવા સમયે હવે તંત્રના નિર્ણયનો  વિરોધ થઇ રહ્યો છે.

બરોડા એકેડમીક એસોસિએશન ની આગેવાનીમાં ટ્યુશન સંચાલકોએ વડોદરા શહેર-જિલ્લાના કોવિડ પ્રભારી ડો. વિનોદ રાવ ને રજૂઆત કરતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સંસ્થા છેલ્લા વર્ષોથી વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન પ્રદાન કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવા કાર્યરત રહે છે.

આવેદન પત્રમાં જણાવાયું હતું કે, તાજેતરમાં ફરી કોવિડ પરિસ્થિતિ વણસતા તંત્રએ ટ્યુશન ક્લાસીસ અને કોચિંગ ક્લાસીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે શું કોરોના માટે ક્લાસીસ જવાબદાર છે. રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો નહીં? ટ્યુશન સંચાલકો કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પણ પાલન કરે છે અને તેથી વાલીઓ ભરોસો રાખી વિદ્યાર્થીઓને ભણવા મોકલે છે. વારંવાર ટ્યુશન સંચાલકોને હેરાનગતિ કરી શિક્ષક અને તેમના પરિવારને આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણાના નિમિત ના બનશો.

અત્રે ઉલ્લેખીય છે કે, કોરોના કાળમાં શિક્ષણ સહિત અનેક ક્ષેત્રો ભારે અસરગ્રસ્ત થયા છે. અનલોક બાદ માંડ સ્થિતી થાળે પડી રહી હતી ત્યાં તો રાજ્યમાં પાલિકા અને પંચાયતની ચુંટણી જાહેર કરી દેવામાં આવી હતી. ચુંટણીમાં સરેઆમ કોવિડ ગાઇડલાઇનના નેતાઓએ ધજાગરા ઉડાવ્યા હતા. તેમ છત્તા તંત્ર દ્વારા તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ હવે કોરોના કેસો વધતા પ્રજાને આડકતરી રીતે દંડવામાં આવે છે. તંત્ર દ્વારા કોરોના રોકવા માટે લેવામાં આવેલા અનેક નિર્ણયોનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud