• રાજ્યમાં કોરોનાના કહેર યથાવત છે
  • કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે ગતરોજથી 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સિવાયના અનેક નિયમો લાદી દીધા
  • જીઆઇડીસી રીંગ રોડ પર આવેલી એસોર્ટ કોમર્સ હબ નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને બોલાવાવામાં આવતા જેઇટીની ટીમ ત્રાટકી
  • લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન નહિ કરે તો કોરોના પર કાબુ મેળવવું મુશ્કેલ થઇ પડશે

 

WatchGujarat.રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુમાનીના કારણે હોસ્પિટલના બેડ અને સ્મશાનગૃહોમાં અંતિમક્રિયા માટેની કતાર જોવા મળી રહી છે. તેવા સમયે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં શૈક્ષણિક સિવાયની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં શહેરના રીંગ રોડ પર આવેલી શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને બોલાવીને જાહેરનામાનો ઉલ્લંઘન કર્યું હતું. પાલિકાની ટીમે સંચાલકને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

રાજ્યમાં કોરોનાના કહેર યથાવત છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સમયે કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે ગતરોજથી 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સિવાયના અનેક નિયમો લાદી દીધા છે. તથા કોરોના કાળમાં શિક્ષણ, જીમ, બ્યુટીપાર્લર, મોલ સહિતની જગ્ચાઓ ચાલુ રાખવા માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. 28 એપ્રીલથી લઇને 5 મે સુધી સરકારના નિયમો લાગુ રહેશે. ત્યાર બાદ સ્થિતીની સમીક્ષા બાદ નિર્ણય કરવામાં આવશે. તેવા સમયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે કે નહિ તે જોવાની કામગીરી પાલિકાની ટીમ તથા જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ટીમો કરી રહી છે.

વડોદરામાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ બનતી જાય છે. તેવા સમયે પણ લોકો સરકારની ગાઇડલાઇનને અનુસરવાની જગ્યાએ તેનું ઉલ્લંઘન કરી પોતાનો અને અન્યના જીવનો જોખમમાં મુકી રહ્યા છે. વડોદરા જીઆઇડીસી રીંગ રોડ પર આવેલી એસોર્ટ કોમર્સ હબ નામની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને બોલાવાવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જેઇટીની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચી ત્યારે સંસ્થામાં 50 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોવા મળ્યા હતા. સંચાલક વિશાલ શર્મા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરાતા જેઇટીની ટીમે રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કોરોનાના પર કાબુ મેળવવાના પ્રયાસોના ભાગરૂપે આંશિક લોકડાઉન સહિતના પગલા લેવામાં આવ્યા છે. જો લોકો જેનું પાલન નહિ કરે તો તેવા સંજોગોમાં કોરોના પર કાબુ મેળવવું મુશ્કેલ થઇ પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud