સ્માર્ટ સીટીમાં લગાડેલા સીસીટીવી કેમેરા માત્ર ઇમેમો ફાડવા પુરતા જ કામ કરતા હોવાનો સ્થાનિકોને અનુભવ
કાંસ પર લગાડેલા ઢાંકણા ચોરતી ગેંગ ચુંટણી બાદ સક્રિય બની
પોલીસને રજુઆત બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા હવે યુવાનો મેદાને આવ્યા
ટીમ રીવોલ્યુશનના યુવાનો હવે છુપાઇને ઢાંકણા ચોર પર વોચ રાખી તેને પકડવાનો પ્રયાસ કરશે
ચોરાયેલા ઢાંકણા લગાડવાની કાર્યવાહીમાં વિલંબ કાંસમાં ગરકાવ કરી શકે છે
તંત્રના પાપે આખરે સામાન્ય નાગરીકને ભોગવવાનો વારો આવે છે
WatchGujarat. સ્માર્ટ સીટી વડોદરામાં ચોરીના બનાવો રોકવા માટે પોલીસ નાઇટ પેટ્રોલીંગ કરી રહી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ દાવાની સચ્ચાઇની બીજી તરફ એવી છે કે, શહેરની ગટરના ઢાંકણા પણ ચોરોથી સુરક્ષીત નથી. છેલ્લા ત્રણ મહિનામાં 100 જેટલી વરસાદી કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણા ચોરી થયાની ઘટના સામે આવતા શહેરના યુવા સામાજીક કાર્યકરોની ટીમ હવે જાતે નાઇટ પેટ્રોલીંગ કરીને ગટરના ઢાંકણાઓને નિશાન બનાવટી ટોળકીને પકડવા માટે આગળ આવી છે.
https://youtu.be/P0WS58ujMsc
રાજ્યમાં વડોદરા સહિતના અનેક શહેરોના સ્માર્ટ સીટી અંતર્ગત સમાવવામાં આવ્યા છે. જેમાં નાગરીકો માટે ટેકનોલોજીની મદદથી ચોક્કસ વિસ્તારના સ્માર્ટ સીટી તરીકે ડેવલપ કરવાનું આયોજન છે. સ્માર્ટ સીટીમાં ચોરી પકડી પાડવા માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. પરંતુ આ કેમેરાઓનો ઉપયોગ ચોરો પકડવાની જગ્યાએ લોકોના વિવિધ ટ્રાફીકના ભંગ બદલ મેમા ફટકારી પૈસા એકત્ર કરવામાં વધારે થયાનું શહેરવાસીઓને અનુભવ છે. તાજેતરમાં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ બહુમતિ આપી વિજયી બનાવ્યા છે. તમામ શહેરોમાં પાલિકાના પદાધીકારીઓ વિકાસની ગાથાને આગળ લઇ જવાની નેમ સાથે કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તમામ દાવાઓ વચ્ચે સ્માર્ટ સીટી વડોદરાની હકીકત કંઇક અલગ જ કહાની રજુ કરે છે. સ્માર્ટ સીટી વડોદરામાં હવે વરસાદી કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણા ગાયબ થવા લાગ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેરના અનેક વિસ્તારોમાં સવારે કાંસના ઢાંકણા જોવા મળે છે. પરંતુ બીજા દિવસે તે ઢાંકણા ચોરાઇ ગયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. શહેરના સુભાનપુરા, ગોરવા, અલકાપુરી, હાઇટેનશન રોડ, ઈલોરાપાર્ક વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં કાંસ પર લગાડવામાં આવેલા ઢાંકણા ચોરી થવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આશરે 100 જેટલા ઢાંકણા અત્યાર સુધી ચોરાઇ ગયા છે. ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતું નાઇટ પેટ્રોલીંગ કેટલા અંશે અસરકારક છે તેનો અંદાજો ઢાંકણા ચોરીના કિસ્સા પરથી લગાડી શકાય છે.
ગત રોજ ઢાંકણા ચોરી કરવા માટેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો. જેમાં ચોર મોંઢે કપડું બાંધીને ચોરી કરવા માટે આવે છે. બે જણા ઢાંકણાની ચોરી માટે ફરે છે. બંને એકબીજાની મદદથી ઢાંકણું ચોરીને જતા રહે છે. સમગ્ર ઘટના 12 વાગ્યા પછીની હોવાનું સીસીટીવી પરથી સામે આવ્યું હતું.
[caption id="attachment_647210" align="aligncenter" width="1280"] સ્વેજલ વ્યાસ - ટીમ રીવોલ્યુશન[/caption]
અમારી ટીમ છુપાઇને વોચ રાખશે, ઢાંકણા વગરની કાંસમાં ગરકાવ થવાની શક્યતામાં વધારે – સ્વેજલ વ્યાસ
સમગ્ર મામલે ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા હલકી ગુણવત્તાના ઢાંકણા કાંસ પર બેસાડવામાં આવે છે. ઢાંકણા ચોરી થયા બાદ પાલિકા તંત્ર દ્વારા નવા ઢાંકણા મુકવામાં વિલંબ થાય છે. જેને લઇને આખરે પ્રજાએ હાલાકીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ આજથી કાંસ પરના ઢાંકણા ચોરી કરતા લોકો પર વોચ રાખવાનું કામ કરશે.
અમારી ટીમના 40 જેટલા લોકો તેમના વિસ્તારમાં છુપાઇને વોચ રાખશે. અમારી ટીમ આ રીતે ઢાંકણાની ચોરી અટકાવવાનો પ્રયાસ કરશે. આ મામલે અમે અગાઉ પોલીસને પણ જાણ કરી હતી. પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. સામાન્ય રીતે ચોરીની ઘટના 12 વાગ્યા બાદ બનતી હોય છે. જેને લઇને અમારી ટીમ પણ તે રીતે જ વોચ રાખશે.