• અલકાપુરી ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત  લાઇટો અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા
  • ગતરોજ આગ બાદ ગરનાળામાં મુકવામાં આવેલ સાઘન સામગ્રી સહિત રૂ. 30 લાખ ના નુકશાનનો અંદાજ
  • સીસીટીવી સહિત ટેકનીકલ સર્વેલન્સનીને પગલે પોલીસને ગણતરીના કલાકોમાં જ આગ લગાડનાર આરોપીની ઘરપકડ કરવામાં સફળતા મળી

WatchGujarat. અલકાપુરી ગરનાળામાં ગતરોજ સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે ગરનાળાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આગને કારણે રેલવે પ્લેટફોર્મ પરની કામગીરી પણ ખોરવાઇ હતી. ઘટનાના બાદ પોલીસે આગ લાગવાનું કારણ જાણવા માટેની તપાસ તેજ કરી હતી. સીસીટીવી સહિત ટેકનીકલ સર્વેલન્સની મદદથી અલકાપુરી ગરનાળામાં આગ લગાડનારની ગણતરીના કલાકોમાં ઘરપકડ કરવામાં આવી હતી.

સ્ટેશન અને અલકાપુરી વિસ્તારને અલકાપુરી ગરનાળુ જોડે છે. ગરનાળા પરથી રેલવે લાઇન જઇ રહી છે. અલકાપુરી ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત  લાઇટો અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા હતા. ગત રોજ સાંજના સમયે ગરનાળામાં આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની ગઇ કે, ગરનાળામાં બ્યુટીફીકેશન અંતર્ગત કરવામાં આવેલી તમામ હોર્ડિંગ્સ અને લાઇટો સહિતનું માળખુ ભડભડ સળગી ગયું હતું.

ઘટનાને પગલે રેલવે પ્લેટફોર્મ પર પણ આગ પહોંચી હતી. રેલવે પ્લેટફોર્મ પર આગની જ્વાળાઓ પહોંચી જતા પ્લેટફોર્મ પર ઉભી રહેલી ટ્રેનના મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાના બીજા દિવસે ગરનાળામાંથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આગની ઘટનામાં ગરનાળામાં લગાવેલી શીટ, એલ્યુમીનીયમ પેનલ, પ્લેટ ફોર્મ નં – 1 પર બનાવેલી બેસવાની જગ્યાની છત સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. અંદાજે રૂ. 30 લાખનું નુકશાન થવા પામ્યું હતું.

આગની ઘટના બાદથી પોલીસે કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી સહિત ટેકનીકલ સર્વેલન્સની કામગીરીને પગલે પોલીસને ગણતરીના કલાકોમાં જ આરોપીની ઘરપકડ કરવામાં સફળતા મળી હતી. પોલીસે આગ લગાડવાના કારણોસર કાળુભાઇ અન્તોનભાઇ બારીયા (રહે – છોટી ધામણી, એમ.પી. હાલ – અકોટા ઘનટેકરી )ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud