• સી.આર પાટીલની પસંદગી શૈલેષ પાટીલનુ સત્તાવાર નામ જાહેર થાય તે પહેલાજ વોર્ડ-17માં ભડકો થયો હતો.
  • વોર્ડ-17 ના પ્રમુખ સહીત અનેક નારાજ કાર્યકરોને રીઝવવા મંત્રીએ છેલ્લી ઘડી સુધી ફાઇનલ પૂર્વ મહિલા કાઉન્સિલર ભાવીનાબહેન ચૌહાણના નામ ઉપર ચેકડી મારી
  • વિરોધ શૈલેષ પાટીલનો અને મહિલા ઉમેદાવારનુ પત્તુ કપાતા વોર્ડ પ્રમુખ સહીતના નારાજ કાર્યકરો ગેલમાં આવી ગયા
  • મંત્રી અને પાર્ટીના નિર્ણયથી નારાજ ભાવીનાબહેને આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી

WatchGujarat. શહેરના વોર્ડ નં-17ના ઉમેદવારોના ભાજપ દ્વારા સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ પેપર ફુટી ગયુ હતું. જેમાં શૈલેષ પાટીલના નામને લઇ ભારે વિરોધ થયો હતો. પરંતુ શૈલેષ પાટીલ સી.આર પાટીલની પસંદગી હોવાનુ માલુમ પડતા જ નારાજ વોર્ડ પ્રમુખ સહીતના કાર્યકરોની વિરોધની પીપુડીને શાંત પાડવા રાજ્ય કક્ષા મંત્રી સહીત સંગઠનના હોદ્દેદારોએ અંતિમ ઘડીએ પૂર્વ મહિલા કાઉન્સીલરના નામ ઉપર ચેકડી મારી માનીતા ઉમેદવારનુ નામ જાહેર કરી દીધુ હતુ. જેને લઇને પૂર્વ મહિલા કાઉન્સિલર સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી જતા આખરે ભાવીનાબહેન ચૌહાણે વોર્ડ-17માંથી શનિવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહનું મીશન 76 હવે અનસકસેસ થતુ જોવા મળી રહ્યું છે. ઉમેદવારોના નામોની સામેનો વિરોધ અને અંતિમ ઘડીએ નામો ઉપર ચેકડી વાગતા અનેક સક્ષમ દાવેદારો પક્ષ અને નેતાઓથી નારાજ થયા છે. જેમાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંજલપુર વિધાનસભાના વોર્ડ 17 માં ભાજપના મહિલા ઉમેદવાર તરીકે ભાવીનાબહેન ચૌહાણે જંગી બહુમતીથી જીત હાંસીલ કરી હતી. જોકે આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ વોર્ડ-17 માં ભાવીનાબહેનના નામ ઉપર મહોર લાગી ગઇ હોવાની પ્રબળ શક્યતાઓ હતી. પરંતુ સત્તાવાર નામો જાહેર થાય તે પહેલાજ શૈલેષ પાટીલના નામને લઇ વોર્ડ પ્રમુખ સહીત અનેક કાર્યકરોએ વિરોધ નોંધાવવાનુ શરૂ કર્યું હતુ.

જો કે, શૈલેષ પાટીલના નામની સત્તાવાર જાહેર થાય તે પહેલા જ વિરોધ દર્શાવનાર વોર્ડ પ્રમુખ સહીતના નારાજ કાર્યકરો રાજ્ય કક્ષા મંત્રી યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. ત્યારબાદ આ ટોળકી ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવી પહોંચી હતી. જ્યાં નારાજ ટોળકીના સખત વિરોધ સામે મંત્રી યોગેશ પટેલ સહીત શહેર પ્રમુખ અને મહામંત્રીઓએ નમવુ પડ્યું હતુ. અને નારાજ ટોળકીના વિરોધને શાંત કરવા માટે અંતિમ ઘડીએ પૂર્વ મહિલા કાઉન્સીલરના નામ ઉપર ચેકડી મારી માનીતા ઉમેદવારના નામ પર મહોર લાગવી દીધી હતી.

અંતિમ ઘડીએ ભાવીનાબહેન ચૌહાણનુ નામ કપાતા તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી આ બાબતે શહેર ભાજપના હોદ્દેદારોને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આખરે કોઇ ઠોસ નિર્ણય ન લેવાતા પાર્ટી અને મંત્રીના નિર્ણયથી નારાજ પૂર્વ મહિલાએ કાઉન્સિલરે જીતના વિશ્વાસ સાથે અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રચાર શરૂ કર્યો છે. નોંધનીય છે કે, ભાવીનાબહેનની જેમ ભાજપથી નારાજ અનેક લોકો અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જે ડો. વિજય શાહના મિશન 76ને કેટલીક હદે અસફળ બનાવી શકે તેવુ ચર્ચાઇ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud