• ગ્લેશિયર ફાટવાને કારણે ઉત્તરાખંડના મહત્વના પાવર પ્રોજેક્ટ એવા રૂષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણું મોટું નુકશાન થયું
  • ઉત્તરાખંડમાં વર્ષ 2013 માં કુદરતી હોનારત થઇ હતી
  • કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવાની પ્રાથમિકતા સાથે કામગીરી શરૂ

WatchGujarat. ઉત્તરાખંડ રાજ્યમાં રવિવારે સવારે ચમોલીમાં ગ્લેશિયર ફાટવાને કારણે ભારે તારાજી સર્જાઇ છે. રવિવારે ઉત્તરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ સવારે તેઓને ચમોલી ગામમાં ગ્લેશિયલ ફાટવાની ઘટના અંગે જાણ થતાની સાથે પ્રોગ્રામ રદ્દ કરી દીધો હતો. અને ઉત્તરાખંડમાં આવેલી આપદાના સમયમાં સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધવાનું શરૂ કરી દીધું હતું.

ઉત્તરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલે મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આજે સવારે ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાયવાની ઘટના અંગે મને જાણ થઇ. અત્યારં હું ગુજરાતમાં છું. અને હું ઉત્તરાખંડ પ્રશાસનના સંપર્કમાં છુ. વિસ્તારના ધારાસભ્ય સાથે વાત કરી છે. અને સ્થિતી અંગે વધારે માહિતી મળી શકે તેવા પ્રયત્નો કરી રહ્યો છું.

મારી પાસે પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્લેશિયર ફાટવાને કારણે ઉત્તરાખંડના મહત્વના પાવર પ્રોજેક્ટ એવા રૂષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણું મોટું નુકશાન થયું છે. જ્યારે વાત જાણી ત્યારે હું ખુબ જ ભયભીત થયો હતો. પરંતુ સ્થાનિક અગ્રણીઓ પાસેથી રાહત કામગીરી વિષે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ થોડીક રાહત અનુભવી રહ્યો છું. અમને વર્ષ 2013 માં થયેલી હોનારત યાદ છે. આજે ભગવાન અમારા રાજ્યની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી રહ્યો છું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્લેશિયર ફાટવાને કારણે અનેક માણસોના મૃત્યુ થયાની પ્રાથમિક માહિતી મારી પાસે પહોંચી છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવાની પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. લોકોએ ચમોલી ખાતે ઘટેલી ઘટના અંગે અફવાહો ફેલાવવી જોઇએ નહિ. રાજ્યમાં એસડીઆરએફ સહિતની એજન્સીઓ રાહત બચાવ કાર્યમાં જોડાઇ છે. સાંજ સુધી સમગ્ર સ્થિતી વધુ સ્પષ્ટ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud