વડોદરા. જિમ પાર્ટનર ને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી ને ફરાર થયેલા કૈલાશ જાધવે અનેક પ્રકાર ના રસ્તે કૌભાંડ આચર્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઠગ કૈલાશ જાધવ દ્વારા ડો. દેવાંગ શાહ સાથે પાર્ટનરશિપ કર્યા બાદ પોતાની ગમતી વ્યક્તિને ધંધામાં સામેલ કરવા માટે એક જ સરનામે બે જીએસટી રજિસ્ટ્રેશન નમ્બર લીધા હતા. એક જ પેઢીમાં અલગ અલગ પાર્ટનર્સ અને જીએસટી નંબર સામે આવતા ડોક્ટર દેવાંગ તથા તેમના એકાઉન્ટન્ટની સામે કૈલાશ જાધવનું નવુ જૂઠ સામે આવ્યું હતું.
ડોકટર દેવાંગ શાહ જોડે પાર્ટનરશીપ કરીને પછી નાણાકીય વિગતો છુપાવવા માટે એલાઈવઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવ છેલ્લા 4 વર્ષથી બહાના બનાવતો હતો. સીએ ની મદદથી એકાઉન્ટ બુકમાં જાદુગરી કરીને પૈસાનો વ્યવહાર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કરવામાં આવતો હતો. નાણાકીય મામલે જૂઠ પર જૂઠ સહન કરીને ત્રાસેલા ડોકટર દેવાંગ શાહે આખરે ઠગ કૈલાશ જાધવ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કૈલાશ જાધવ ત્યાર બાદથી ફરાર છે. નાણાકીય હિસાબોનું ક્રોસ વેરિફિકેશન કર્યા બાદ આર્થિક કૌભાંડની અનેક વિગતો સામે આવી હતી.
ડો દેવાંગ શાહ સાથે પાર્ટનરશીપ કર્યા બાદ કૈલાશ જાધવે , એલાઈવ્ઝ એક્ઝિક્યુટિવ જિમ નામથી વિનિતા પાટીલ સાથે પાર્ટનરશીપ કરી હતી. એક જ પેઢીમાં અલગ અલગ પાર્ટનર્સ અને જીએસટી નંબર સામે આવતા ડોક્ટર દેવાંગ તથા તેમના એકાઉન્ટન્ટની સામે કૈલાશ જાધવનું નવ જૂઠ સામે આવતા ચોંકી ઉઠ્યા હતા. કૈલાશ જાધવ ડોક્ટર દેવાંગ સાથે પાર્ટનરશીપ કર્યા બાદ હિસાબી મામલાઓમાં પોતાનો સ્વાર્થ સધાય તેવી રીતે જ વ્યવહાર કરતો હતો. આગામી સમયમાં પોલીસ સાથે જીએસજીટી ડીપાર્ટમેન્ટમાં પણ ઠગાઈ મામલે તપાસમાં જોડાઈ તેવી પ્રબળ શક્યતાઓ છે.