• રક્તની જરૂરિયાત અનેક સર્જરીઓમા, થેલેસેમિયા દર્દીઓને, કિડની ડાયાલીસીસ તેમજ અન્ય રોગો માં પડે છે
  • રક્તદાન નો એકમાત્ર હેતુ આ વર્ગ ને જીવનબચાવ માટે રક્ત મેળવવા મુશ્કેલી ના થાય તેવો હતો
  • સંસ્થાના ટીચર્સ અને વોલનટીયર્સએ સમાજસેવા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Watchgujarat. સમાજ સેવા ના કાર્યો માં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા હંમેશા અગ્રેસર રહે છે. સંસ્થા ના સ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સમાજ ના ઉત્થાન માટે અલગ અલગ સેવા કાર્યો નું આયોજન કરતી રહે છે. આ રીતે જ ૨૩મે, ૨૦૨૧ ના રોજ  આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા સનફાર્મા રોડ પાસે આવેલા તેમના કેન્દ્ર માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

રક્તની જરૂરિયાત અનેક સર્જરીઓમા, થેલેસેમિયા દર્દીઓને, કિડની ડાયાલીસીસ તેમજ અન્ય રોગો માં પડે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને આ રક્ત મેળવવું નાણાકીય રીતે મુશ્કેલ રહે છે. અને તેઓ માટે સરકારી હોસ્પિટલ એકમાત્ર વિકલ્પ રહે છે. આ રક્તદાન નો એકમાત્ર હેતુ આ વર્ગ ને જીવનબચાવ માટે રક્ત મેળવવા મુશ્કેલી ના થાય તેમજ સરળ રીતે રક્ત ઉપલબ્ધ થઇ રહે એના માટેનો હતો એવું આર્ટ ઓફ લિવિંગ ના ટીચર એ જણાવ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

એસ.એસ.જી. હોસ્પિટલની બ્લડ બેંક ટીમ ના સહયોગ  દ્વારા આ કેમ્પમાં આશરે કુલ 50 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ તેમજ સેનીટાઇઝેશન ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્ય દ્વારા સંસ્થાના ટીચર્સ અને વોલનટીયર્સએ સમાજસેવા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud