• વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં બનેલી ઘટના
  • બેન્ક ખાતામાં રૂપિયા જમાવવા કરાવવા ઉભેલા શખ્સના થેલામાંથી રૂ. 80 હજારની રકમ ચોરાઇ
  • ચોર પહેલા ફોર્મ ભરવાના બહાને નજીક આવ્યો અને પછી રૂપિયા ચોરી ગયો

WatchGujarat. રોકડ રકમ લઇને બેન્કમાં જમા કરાવવા નિકળેલી વ્યકિત લુંટાઇ હોય કે પછી રૂપિયાની લુંટવ કરવા માટે ઝપાઝપા કરી હોય, આવા અનેક કિસ્સાઓ આપણે જોયા અને સાંભળ્યા છે. પરંતુ બેન્કમાં રૂપિયા જમા કરાવવા આવેલી વ્યક્તિના થેલામાંથી રૂપિયા ચોરી જાય આવી ઘટનાઓ જવલ્લેજ જોવા અને સાંભળવા મળે છે.

શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ પટેલ માંડવી સ્થિત મહેશ મસાલા નામની દુકાનમાં કામ કરે છે. નજીકમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં તેમની દુકાનનુ ખાતુ છે. જેથી તેઓ નિયમીત રૂપિયા જમા કરાવવા જતા હતા. એજ પ્રમાણે તેઓ ફરી એક વખત બેન્ક ઓફ બરોડામાં દુકાનના રૂ. 80 હજાર જમા કરાવવા માટે સવારે 10 વાગે બેન્કમાં પહોંચ્યાં હતા. અરવિંદભાઇએ નિયમ મૂજબ ટોકન નંબર લીધો અને લાઇનમાં ઉભા રહીં ગયા હતા.

અરવિંદભાઇની આગળ હજી બેથી ત્રણ ખાતેદારો લાઇનમાં ઉભા હતા. જેથી તેમણે થોડો સમય લાઇનમાં ઉભુ રહેવું પડ્યું. આ દરમિયાન તેમણે પોતાની પાસે રહેલી રોકડ રકમ એક થેલીમાંથી કાઢી બીજીમાં મુકી હતી. તેવામાં બેન્કમાં ફરી રહેલો એક શખ્સ તેમની પાસે ફોર્મ ભરાવવા માટે આવ્યો, પરંતુ અરવિંદભાઇએ ઇન્કાર કરતા તે કંઇ પણ કહ્યાં વિના જતો રહ્યો હતો. એ પછી રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભેલા અરવિંદભાઇનો વારો આવ્યો એટલે તેમણે થેલીમાં હાથ નાખતા રોકડ રકમ જોવા મળી ન હતી.

જેથી તેમણે પોતાની પાસે રહેલી બન્ને થેલીઓ તપાસતા મહેશ મસાલા મીલની કેસરી અને પીળા રંગની થેલી નીચેથી જમણી બાજુઓ પ્લેડથી ચીરો મારેલી હાલતમાં જોવા મળી હતી. જોકે આ સમગ્ર મામલે સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધી રૂપિયાની ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બેન્કમાં જતી વ્યક્તિઓએ આ કિસ્સો વાંચ્યા બાદ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. હવે રસ્તા પરતો ઠીક પરંતુ બેન્કની અંદર પણ ચોર ટોળકીઆ રીતે રોકડ રકમની ચોરી કરવા સક્રિય બની છે.

Facebook Comments Box

Videos

Our Partners